ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના માળિયા-મિયાણામાં એક અનાથાશ્રમમાં ઉછરેલા વિક્ટરને પ્રેમમાં દગો મળે છે અને તેના કારણે, ગુસ્સામાં, તે તેની પ્રેમિકાના લગ્ન તોડીને બદલો લે છે. પરંતુ બદલો લેતી વખતે, તે માળિયા-મિયાણા પર શાસન કરતા મીઠા માફિયાઓ સાથે એક નવી અને અત્યંત ભયાવહ લડાઈ શરૂ કરે છે. આમ, વિશ્વાસઘાત અને બદલાની સામાન્ય ઘટનામાંથી, હત્યા, હિંસા, પ્રેમ અને ન્યાયની હિંમતવાન લડાઈ શરૂ થાય છે.
વિક્ટર 303 એક અનાથ વિશેની વાર્તા છે જે તેની ઓળખ શોધે છે. વિક્ટર 303ની વાર્તા વ્યક્તિના ખોવાયેલા ભૂતકાળ વિશે વાત કરે છે જે તેને તેની ફરજ અને જવાબદારીનો અહેસાસ કરાવે છે.
સ્વપ્નિલ મહેતા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત આ ફિલ્મ રીસેટ એન્ટરટેઈનમેન્ટ અને વિશાલ વડા વાલા દ્વારા નિર્મિત છે. ફિલ્મમાં જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, ચેતન ધાનાણી, અલીશા પ્રજાપતિ, અભિનય બેંકર, મયુર સોનેજી અને નક્ષરાજ જેવા નામી કલાકારો છે. કેદાર ભાર્ગવ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.
બહુપ્રતીક્ષિત ગુજરાતી ફિલ્મ ‘વિક્ટર 303‘ એક્શન, કૌટુંબિક અને સ્થિતિ સ્થાપકતાની વાત કરી આ ફિલ્મ 3 જાન્યુઆરી, 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું થોડા સમય પહેલા ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં વિક્ટર 303 નો દમદાર એક્શન લૂક અને તેના પાત્રનો પરિચય કરવવામાં આવ્યો હતો.
Source link