SPORTS

Sydneyમાં કેમ રમાશે પિંક ટેસ્ટ? આ દિગ્ગજ ખેલાડી સાથે જોડાયેલું છે કનેક્શન

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચમી ટેસ્ટ માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં એન્ટ્રી કરશે, ત્યારે બધું પિંક-પિંક દેખાશે. સિડનીના સ્ટેડિયમમાં ગુલાબી રંગ છવાઈ જશે. ભારતીય ટીમ છેલ્લી 4 ટેસ્ટમાં જેવી સ્ટાઈલમાં જોવા મળી હતી તેવી જ દેખાશે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જર્સી પરના નામ અને નંબરો ગુલાબી રંગમાં લખવામાં આવશે. પરંતુ સિડનીમાં આવું કેમ થશે? આનું કારણ શું છે? ચાલો તમને બધું વિગતવાર જાણીએ.

આ વ્યક્તિની યાદમાં પિંક ટેસ્ટ

તેનું એકમાત્ર નામ પિંક ટેસ્ટ છે, પરંતુ તે પિંક બોલથી રમાતી ડે-નાઈટ મેચ નથી પણ આ એક સામાન્ય ટેસ્ટ મેચ છે, જે માત્ર લાલ બોલથી જ રમાય છે. પરંતુ અહીં પિંક રંગનું એક અલગ જ મહત્વ છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ખેલાડી ગ્લેન મેકગ્રાની પત્ની જેન મેકગ્રાનું 2008માં સ્તન કેન્સરથી નિધન થયું હતું. ત્યારબાદ વર્ષ 2009થી ઓસ્ટ્રેલિયા તેની યાદમાં પિંક ટેસ્ટ તરીકે વર્ષની પ્રથમ ટેસ્ટ રમે છે, જે સ્તન કેન્સર સામે જાગરૂકતા અને ભંડોળ વધારવા માટે છે.

ટિકિટના પૈસા મેકગ્રાના ફાઉન્ડેશનમાં જશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની છેલ્લી મેચમાંથી જે પણ આવક થશે તે મેકગ્રાના ફાઉન્ડેશનમાં જશે. મેકગ્રાએ તેમની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં ‘મેકગ્રા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી હતી. તેમનું ફાઉન્ડેશન સ્તન કેન્સરના દર્દીઓને મદદ કરે છે. પિંક ટેસ્ટનો સરળ હેતુ લોકોને કેન્સર વિશે જાગૃત કરવાનો છે. આ ટેસ્ટની ટિકિટના વેચાણના પૈસા ચેરિટી તરીકે મેકગ્રા ફાઉન્ડેશનને જશે, જે આવા દર્દીઓની સારવારમાં મદદ કરશે.

પિંક ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન કેવું રહ્યું?

ઓસ્ટ્રેલિયાએ 2009માં પિંક ટેસ્ટની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીમાં તેણે 16 પિંક ટેસ્ટ રમી છે. આમાં તેનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. 16માંથી ઓસ્ટ્રેલિયા માત્ર એક પિંક ટેસ્ટ હાર્યું છે, જ્યારે તેણે 9 મેચ જીતી છે. જેમાં 6 મેચ ડ્રો રહી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાનારી મેચ ઓસ્ટ્રેલિયાની 17મી પિંક ટેસ્ટ હશે. હવે જોવાનું એ રહે છે કે સિડનીમાં ઓસ્ટ્રેલિયા પિંક ટેસ્ટમાં પોતાની જીતનો આંકડો 10 સુધી પહોંચાડે છે પછી ભારતીય ટીમ મેચ જીતને ઓસ્ટ્રેલિયાને પિંક ટેસ્ટમાં બીજી હાર આપે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button