Safe Driving Tips :ચાઇનીઝ દોરી બની રહી છે ‘મોતની દોરી’, મોતના માંજાથી આ રીતે બચો, જુઓ ફોટો
ઉત્તરાયણની ઉજવણીમાં મજા માણજો. પરંતુ તમારી મજા અન્ય માટે સજા ન બને તેનું ધ્યાન પણ રાખજો. હજુ ઉતરાયણનો તહેવાર આવ્યો નથી. ત્યાં પતંગના દોરાથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કાપ્યો છે..લપેટ..લપેટની બુમો વચ્ચે મોતના દોરાથી આ રીતે બચો.
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધીત અને જીવલેણ ચાઈનીઝ દોરી વધુ એકવાર યુવાનના મોતનું કારણ બની છે. તો થાડા દિવસ પહેલા સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળુ કપાયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં યુવકને ગળાના ભાગે અંદાજે 20 ટાંકા લેવામાં આવ્યા હતા.
મકરસંક્રાંતિના અવસર પર લોકો પતંગ પણ ઉડાવે છે. પરંતુ ઘણી વખત પતંગ ટુ-વ્હીલર માટે જીવલેણ સાબિત થાય છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે ડ્રાઇવિંગ કરતી વખતે દોરાથી પોતાને કેવી રીતે બચાવી શકાય?
દોરાના કારણે, ઘણી વખત બાઇક અથવા સ્કૂટર સવારો ટુ વ્હીલર ચલાવતી વખતે ઇજાને કારણે મૃત્યુ પામે છે. ચાલો જાણીએ કે આ વખતે મકરસંક્રાંતિના અવસર પર તમે કઈ રીતે સુરક્ષિત રહેશો. આવી ઘટનાઓ સામે આવવાને કારણે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે. પરંતુ તેમ છતા બજારમાં ચાઈનીઝ દોરીઓનું વેંચાણ ચાલી રહ્યું છે.
પતંગના દોરાથી બચવા માટે તમારા ટુ વ્હીલરમાં સેફટી વાયર ફીટ કરાવો દો, તેમજ કેટલીક જરુરી સાવચેતી પણ રાખવી, જેમ કે, ગળામાં મફલર, કે દુપટ્ટો રાખવો. તેમજ હાઈ નેક ટી-શર્ટ પહેરવું, પુરુષો ગળામાં રુમાલ અથવા મફલર પણ બાંધી શકે છે.
મહત્વની વાત એછે કે, શહેરમાં બ્રિજ પર વાહન લઈને જઈ રહ્યા છો તો ખાસ સાવચેતી રાખજો. કારણ કે, બ્રિજની ઉંચાઈ વધુ હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર વધુ થાય છે. એટલા માટે શક્ય હોય તો બ્રિજ પર ગાડી ધીમી ચલાવવી. આ દરમિયાન તમારા વાહનની સ્પીડ ખુબ જ ઓછી રાખજો.
Source link