પાવર કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં છે. ઘણી વખત તેમના અલગ થવાની અફવાઓએ ફેન્સને હેરાન કરી દીધા છે, જ્યારે હવે નવા વર્ષની શરૂઆત સાથે જ બચ્ચન પરિવાર તરફથી ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે.
ઐશ્વર્યા અભિષેક વેકેશન પરથી ફર્યા પરત
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બંનેએ પુત્રી આરાધ્યા સાથે મળીને નવું વર્ષ ઉજવ્યું છે. આ ખાસ અવસર પર, જ્યારે પરિવાર વેકેશનમાંથી પાછો ફર્યો ત્યારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીઓએ તેમને જોયા હતા. વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધુ બરાબર છે અને બંનેએ પોતે જ પોતાના સંબંધોની નિકટતાની પુષ્ટિ કરી છે.
ઐશ્વર્યાએ પાપારાઝીને નવા વર્ષની પાઠવી શુભકામના
આ સમય દરમિયાન જ્યારે અભિષેકે ગ્રે રંગની હૂડી પહેરી હતી, ત્યારે ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લેક કલરના કપડા પહેર્યા હતા. ઐશ્વર્યા અને આરાધ્યા ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. ઐશ્વર્યાએ પાપારાઝીને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી.
અભિષેક પણ હસતો હસતો એરપોર્ટની બહાર આવ્યો અને હાથ જોડીને પાપારાઝીનું સ્વાગત કર્યું. એરપોર્ટ પર અભિષેકની કેરિંગ સ્ટાઈલ જોવા મળી રહી હતી. તેણે ઐશ્વર્યા અને આરાધ્યાને તેની કારની પાછળની સીટ પર બેસાડ્યા અને પછી તે પોતે પણ તે જ કારમાં ઘરે જવા રવાના થયા.
ફેન્સે આપી પ્રતિક્રિયા
ઐશ્વર્યા અને અભિષેકનો આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા અને વીડિયો પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. એકે યુઝરે લખ્યું છે કે, ‘બંનેને સાથે જોઈને ખૂબ જ આનંદ થયો.’ અન્ય એક ફેને કહ્યું કે ‘ઐશ્વર્યા દિવસેને દિવસે વધુ સુંદર બની રહી છે.’ ‘આ બંને હંમેશા સાથે હતા.’