અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફ્લ્મિ ‘પુષ્પા 2’ બોક્સ ઓફ્સિ પર ધૂમ મચાવી રહી છે. જોકે આ ફ્લ્મિ રિલીઝ થયાને એક મહિનો થઈ ગયો છે અને તેનો ક્રેઝ ખતમ થવા લાગ્યો છે, પરંતુ હવે બધાની નજર સુપરસ્ટાર રામચરણની ફ્લ્મિ ‘ગેમ ચેન્જર’ પર છે.
તે આગામી ત્રણ દિવસમાં સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આમાં રામચરણ સાથે કિયારા અડવાણી અને એસજે સૂર્યા જોવા મળશે. દરમિયાન ‘ગેમ ચેન્જર’એ એડવાન્સ બુકિંગમાં નોર્થ અમેરિકામાં હલચલ મચાવી દીધી છે. થોડા દિવસો પહેલા ટ્રેલર રિલીઝ થયા પછી ‘ગેમ ચેન્જર’ના પ્રી-રિલીઝ કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો છે. હવે અમેરિકાની સૌથી મોટી સિનેમા ચેન એએમસીએ પણ આ ફ્લ્મિ માટે તેના દરવાજા ખોલી દીધા છે. જેના કારણે તેની કમાણીની રફ્તાર વધી શકે છે. ટ્રેડ એક્સ્પર્ટનું અનુમાન છે કે, ‘ગેમ ચેન્જર’ તેનો પ્રીમિયર શો શરૂ થાય તે પહેલા જ $1 મિલિયનનો આંક વટાવી જશે. અત્યાર સુધીમાં ‘ગેમ ચેન્જર’એ નોર્થ અમેરિકામાં 5.35 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાંથી $575,000 યુએસમાંથી અને બાકીની કેનેડામાંથી આવી છે. રામચરણની ‘ગેમ ચેન્જર’નું એડવાન્સ બુકિંગ ભારતમાં આજથી શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં 65 લાખ રૂપિયાની ટિકિટ વેચાઈ ચૂકી છે. એવી અપેક્ષા છે કે આજે ‘ગેમ ચેન્જર’ એડવાન્સ સેલમાં રૂ. 1 કરોડનો આંકડો પાર કરી શકે છે.
ગેમ ચેન્જર’એ ડિરેક્ટર શંકરની પહેલી ફ્લ્મિ છે,
ગેમ ચેન્જર’ એ ડિરેક્ટર શંકરની પહેલી ફ્લ્મિ છે, જે 1997ની બ્લોકબસ્ટર ‘ઇન્ડિયન’ની સિક્વલ ‘ઇન્ડિયન 2’ની ડિઝાસ્ટર થયા પછી રિલીઝ થઈ રહી છે. ‘ઇન્ડિયન 2’એ કમાણી કરી પરંતુ તેની કિંમતને જોતાં અપેક્ષાઓ પર ખરી ઉતરી શક્યું નહીં. આ કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ‘ઇન્ડિયન 3’ સીધી OTT પ્લેટફેર્મ પર રિલીઝ થઈ શકે છે. જોકે, શંકરને આશા છે કે ‘ગેમ ચેન્જર’ની સફ્ળતાથી ‘ઇન્ડિયન 3’ના થિયેટરમાં રિલીઝ થવાનો રસ્તો ખૂલી શકે છે, તમને જણાવી દઈએ કે ‘ગેમ ચેન્જર’ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે.
Source link