ઝાયડસ લાઇફસાયસિંસે આજે સીવીએસ કેરમાર્ક સાથે એક મહત્ત્વપૂર્ણ કરાર કર્યો હોવાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત સીવીએસ કેરમાર્ક ઝાયડસની ડાયાબિટીસ માટેની દવાઓ જેવી કે ઝિટુવીઓ, ઝિટુવિમેટ અને ઝિટુવીમેટ એક્સઆરને પોતાના ટેમ્પ્લેટ ફોર્મ્યુલરીમાં પહેલી જાન્યુઆરી, 2025થી સમાવિષ્ટ કરશે. આ દવાઓનો ઉપયોગ ટાઇપ ટુ ડાયાબિટીસ ધરાવતા પુખ્ત લોકોમાં ગ્લેસેમિક કંટ્રોલને સુધારવા માટે થાય છે અને તેમાં સિટાગ્લિપટીન અને મેટફોર્મિન જેવા તત્ત્વો હોય છે. કંપનીની આ જાહેરાતને પગલે આજે ઝાયડસનો શેર 4.22 ટકા વધીને બંધ રહ્યો હતો.
Sitagliptin (base) અને કોમ્બિનેશન ફ્રેન્ચાઇઝીના આ ત્રણ એનડીએને 505 (બી) (2) રૂટ દ્વારા અગાઉ યુએસએફ્ડીએ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે. Zituvio રેન્જની પ્રોડક્ટ્સમાં ડાયપેપ્ટિડાઇલ પેપ્ટિડેસ-4 (ડીપીપી-4) ઇન્હિબિટર એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ સિટાગ્લિપ્ટિન તથા બાયગુઆનાઇડ મેટફેર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એચસીઆઈ)નો સમાવેશ થાય છે જે ટાઇપ 2 ડાયાબિટીસ મેલિટસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયસેમિક કંટ્રોલ સુધારવા માટે આહાર અને કસરતના સહાયક તરીકે કામ કરે છે.
ઝાયડસ ફર્માસ્યુટિકલ્સ યુએસએ ઇન્કોર્પોરેશનના પ્રેસિડેન્ટ અને સીઈઓ પુનિત પટેલે આ ગતિવિધિ અંગે જણાવ્યું હતું કે અમેરિકામાં સૌથી વધુ દર્દી-કેન્દ્રિત હેલ્થકેર સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીની એક સીવીએસ કેરમાર્ક સાથે ભાગીદારી કરતા અમે ગર્વ અનુભવીએ છીએ જેનો ઉદ્દેશ દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની પહોંચમાં સુધારો કરવાનો છે.
Source link