ENTERTAINMENT

‘તમારે ઇમરજન્સી જોવી જોઇએ’ કંગનાની ઑફર પર પ્રિયંકા ગાંધી શું બોલ્યા ?

ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી રિલીઝ થવાની છે. તેનું ટ્રેલર આવી ગયુ છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન અને પ્રિયંકા ગાંધીની દાદી ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આ મામલો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે તે 16મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે કંગનાએ આ ફિલ્મ જોવા માટે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને વિનંતી કરી છે.

તમારે ઇમરજન્સી જોવી જોઇએ- કંગના રનોત

કંગના રનૌતે સંસદમાં પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત દરમિયાન આ ફિલ્મ વિશે વાત કરી અને તેમણે પ્રિયંકા ‘તમારે ઇમરજન્સી જોવી જોઇએ’ કંગનાની ઑફર પર પ્રિયંકા ગાંધી શું બોલ્યા ? ગાંધીને આ ફિલ્મ જોવા માટે કહ્યું. આ મીટિંગનો ઉલ્લેખ કરતા કંગનાએ કહ્યું કે, “હું સંસદમાં પ્રિયંકા ગાંધીજીને મળી અને મેં તેમને પહેલી વાત કહી કે ‘તમારે ઈમરજન્સી જોવી જોઈએ.’ પ્રિયંકાજી ખૂબ જ નમ્ર હતા અને કહ્યું, ‘હા, કદાચ.’ મેં કહ્યું, ‘તમને તે ચોક્કસ ગમશે.’

સંવેદનશીલતાથી પાત્ર ભજવ્યુ છે- કંગના

કંગના રનૌતે એમ પણ કહ્યું કે તેણે ઈન્દિરા ગાંધીનું પાત્ર ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે ભજવવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું કે મને લાગે છે કે તે ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી રીતે ફિલ્માવવામાં આવ્યું છે. જે વ્યક્તિત્વ અને ઐતિહાસિક ઘટનાને અત્યંત આદર સાથે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

કંગના રનૌતે કહ્યું કે રિસર્ચ દરમિયાન મે જોયુ કે તેમના અંગત જીવન પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. પતિ, મિત્રો અને વિવાદાસ્પદ સંબંધો પર. મે પોતે વિચાર્યુ કે એક વ્યક્તિમાં આનાથી ઘણુ વધારે હોય છે. મે ખાસ ધ્યાન રાખ્યુ છે કે આ પાસાઓમાં હું ન ફસાઉ. જ્યારે વાત મહિલાઓની હોય છે તો હંમેશા પુરુષોની સાથે તેમના સંબંધો કે સનસનીખેજ ઘટનાઓ સુધી જ સિમિત કરી દેવામાં આવે છે.

ક્યારે થાય છે ઇમરજન્સી રિલીઝ? 

તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈમરજન્સી 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલ ઈમરજન્સી પર આધારિત છે. કંગના રનૌતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર અને શ્રેયા તલપડે પણ મહત્વના રોલમાં જોવા મળશે. ઇમરજન્સી ફિલ્મ 17 જાન્યુઆરી, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button