SPORTS

ચહલ બાદ આ ફેમસ ક્રિકેટરે પત્નીની તસવીરો કરી ડિલીટ, એકબીજાને કર્યા અનફોલો

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અંગે છૂટાછેડાના સમાચાર આવી રહ્યા છે. મોહમ્મદ શમીના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી, ટીમ ઈન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવન પણ તેની પત્નીથી અલગ થઈ ગયા. હાર્દિક પંડ્યા અને નતાશા પણ અલગ થઈ ગયા છે. ચહલ-ધનશ્રીના છૂટાછેડાના સમાચાર વચ્ચે ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે.

મનીષ પાંડેના થયા છૂટાછેડા?

રિપોર્ટ મુજબ ક્રિકેટર મનીષ પાંડે અને તેની પત્ની અશ્રિતા શેટ્ટી વચ્ચેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. બંનેએ ઈન્સ્ટાગ્રામ પરથી પોતાના ફોટા પણ ડિલીટ કરી દીધા છે. બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. ક્રિકેટર મનીષ પાંડે સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી.

2019 માં કર્યા લગ્ન

મનીષ પાંડે અને અશ્રિતા શેટ્ટીના લગ્ન 2019 માં થયા હતા. અશ્રિતાનો પરિવાર કર્ણાટકનો છે. તેણે તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લગ્ન પછી, તે ઘણી વખત IPL મેચો અને આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ જોવા મળી હતી. પરંતુ તે IPL 2024 દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી ન હતી. મનીષ પાંડે IPL 2024 માં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. આ સિવાય તેમની ટીમે ટાઈટલ પણ જીત્યું. આ પછી પણ અશ્રિતાએ સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ કર્યું નહીં.

IPLમાં બનાવ્યો હતો રેકોર્ડ

મનીષ પાંડે IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. તેને 2009 માં RCB તરફથી રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. તેને 2015માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેને ભારત માટે 29 વનડેમાં 566 રન અને 39 T20માં 709 રન બનાવ્યા છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button