હાલ કમુહૂર્તા ચાલી રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી જ લગ્નની સિઝન શરૂ થઇ જશે. લગ્ન પ્રસંગે સોના અને ચાંદીની ડિમાન્ડ ઘણી જ વધારે હોય છે. લોકો રાહ જોતા હોય છે કે ક્યારે સોનુ ચાંદી સસ્તુ થાય અને ખરીદી લઇએ. પરંતુ દિવસ જાય તેમ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ભારતીયોમાં સોનુ એ એક એવી કિમતી ધાતુછે જે લગ્ન પ્રસંગોમાં ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. લોકો હવે તો સોનાને રોકાણની દ્રષ્ટિએ પણ ખરીદી રહ્યા છે કારણ કે સોનાના ભાવ દિવસ જાય તેમ વધી જ રહ્યા છે.
સોનાનો ભાવ કેટલો ?
જો તમે થોડા મહિનાઓમાં જ લગ્ન લેવાના હોય તો સોનુ ખરીદી લેજો. કારણ કે દિવસ જાય તેમ સોનાનો ભાવ ઘટવાને બદલે વધી રહ્યો છે. 16 જાન્યુઆરીથી લગ્ન સિઝન શરૂ થાય છે. ત્યારે 10 જાન્યુઆરીએ ગુજરાતમાં સોનાના ભાવની વાત કરીએ તો, સોનાનો ભાવ આજે 80 હજારને પાર પહોંચ્યો છે. વૈશ્વિક ફેરફારોને કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. આજે એક તોલો સોનુ એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 80,115 રૂપિયા પહોંચ્યો છે.
કેમ થઇ રહ્યો છે સોનામાં ભાવ વધારો?
નિષ્ણાંતો આ વધારા માટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિબળોના સંયોજનને જવાબદાર માને છે. વૈશ્વિક સ્તરે આર્થિક વાતાવરણ નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશો નાણાકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યા છે. પરિણામે, રોકાણકારો વધુને વધુ સુરક્ષિત સંપત્તિ તરીકે સોના તરફ વળ્યા છે, જેના કારણે માંગ અને ભાવમાં વધારો થઈ રહ્યો છે.
સ્થાનિક સ્તરે સોનાની વધતી માંગ પણ ભાવમાં વધારામાં ફાળો આપી રહી છે. વિશ્લેષકો આગાહી કરે છે કે આ વલણ ચાલુ રહી શકે છે, આગામી અઠવાડિયામાં સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે.
Source link