![Saif Ali Khanની સ્થિતિ કેટલી ગંભીર? 6 વાર માર્યા છરીના ઘા.. Saif Ali Khanની સ્થિતિ કેટલી ગંભીર? 6 વાર માર્યા છરીના ઘા..](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/16/Zt3tEjTb5LlRZ40EbVLNRcRE3dxXyhgthuZcFJn6.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. મુંબઈના બાંદ્રામાં સવારે લગભગ 2.30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે તેમના ઘરમાં ઘૂસ્યો. હુમલાખોર સાથે ઝપાઝપી દરમિયાન સૈફ અલીખાન પર તીક્ષ્ણ હથિયારથી અનેક વાર હુમલો કરવામાં આવ્યો. હાલ સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ છે. જ્યાં તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આવો જાણીએ હાલમાં સૈફ અલીખાનની કેવી છે તબિયત
3.30 કલાકે લઇ જવાયો હોસ્પિટલ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ ઘટના બાદ સૈફ અલી ખાનને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સીઈઓ ડૉ. નીરજ ઉત્માનીએ કહ્યું છે કે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને સૈફ પર હુમલો કર્યો હતો. સૈફને સવારે 3.30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો.
અભિનેતાને શરીરમાં 6 ઈજાઓ
એક રિપોર્ટ અનુસાર એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ઘૂસ્યો હતો. તે ઘરની નોકરાણી સાથે ઝઘડો કરી રહ્યો હતો. આ બંનેનો અવાજ સાંભળીને જ્યારે સૈફ જાગી ગયો અને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અજાણ્યા વ્યક્તિએ સૈફઅલી ખાન પર હુમલો કરી દીધો. તે અજાણ્યા વ્યક્તિએ સૈફ પર છરી વડે હુમલો કર્યો. અભિનેતા પર 6 વાર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હાલ કેવી છે અભિનેતાની સ્થિતિ ?
- સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ છે. જ્યાં તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રો કહે છે કે તેના શરીર પર છ છરીના ઘા હતા. સૈફને ગરદન અને કરોડરજ્જુ પાસે ગંભીર ઈજાઓ થઈ છે.
- સૈફની ન્યુરો સર્જરી થઈ ગઇ છે. છે. તેના શરીરમાંથી બે થી ત્રણ ઇંચ લાંબી તીક્ષ્ણ વસ્તુ કાઢવામાં આવી છે. આ છરીનો એક ભાગ હોવાનું કહેવાય છે. હવે સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી થઈ રહી છે.
- આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરના નોકરને પણ ઈજા થઈ હતી. ઘરના નોકરને સામાન્ય ઈજાઓ થઈ છે. સૂત્રો કહે છે કે ઘરમાં એક Duct હતી, જે બેડરૂમની અંદર ખુલતી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરો આ Duct દ્વારા ઘરમાં પ્રવેશ્યા હોવાની શક્યતા છે.
કોણ કરી રહ્યું છે સૈફની સારવાર ?
લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્માનીએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિએ એક અજાણ્યા વ્યક્તિએ સૈફ અલી ખાન પર બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને હુમલો કર્યો હતો. સૈફને છ વાર ચાકુ મારવામાં આવ્યું હતું, જેમાંથી બે ઘા ખૂબ ઊંડા હતા. આમાંથી એક હુમલો સૈફના કરોડરજ્જુ પાસે કરવામાં આવ્યો હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈનના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમ તેમના પર ઓપરેશન કરી રહી છે.