ગુરુવારે શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઇ હતી. ત્યાર બાદ ધીરે ધીરે લીલા નિશાન પર ટ્રેડ થઇ ગયુ હતું. ત્યારે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 115.70 પોઇન્ટના વધારા સાથે 76,520 અંક પર બંધ થયો જ્યારે નિફ્ટી 50. પોઇન્ટના વધારા સાથે 23,216 અંકે બંધ થયો.
વધારા સાથે માર્કેટ બંધ
નિફ્ટીની સાપ્તાહિક સમાપ્તિ પર બજારમાં અસ્થિરતા જોવા મળી અને સેન્સેક્સ, નિફ્ટી સતત બીજા દિવસે વધારા સાથે બંધ થયા. 2 દિવસના ઘટાડા પછી, મિડકેપ અને સ્મોલકેપમાં વધારો જોવા મળ્યો. આઇટી, ફાર્મા અને ઓટો શેરોમાં તેજી રહી. રિયલ્ટી, એફએમસીજી, પીએસઈ સૂચકાંકો સકારાત્મક નોંધ પર બંધ થયા જ્યારે તેલ-ગેસ, બેંકિંગ શેરો દબાણ હેઠળ રહ્યા.
ટોપ લુઝર-ટોપ ગેનર
નિફ્ટીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, વિપ્રો, શ્રીરામ ફાઇનાન્સ, એમ એન્ડ એમ ટોચના ગેઇનર્સ હતા. જ્યારે BPCL, કોટક મહિન્દ્રા બેંક, HCL ટેક્નોલોજીસ, પાવર ગ્રીડ કોર્પ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા શેર હતા. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 2 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો.
Source link