પાતાલ લોક-2માં ખૂંખાર સ્નાઇપર ડેનિયલ લીચૂને તમે જાણો છો ?, ઇન્ડિયન આઇડલના વિજેતા રહ્યા છે ડેનિયલ લીચૂ. ઇન્ડિયન આઇડલ સીઝન 3ના વિજેતા રહ્યા છે આ કલાકાર, આ વિજેતાનું નામ છે પ્રશાંત તમાંગ, જેઓ પોલીસના ઓરકેસ્ટ્રા બેંડમાં ગીત ગાતા હતા. સંગીતના સુર રેલાવી લોકોને મંત્ર મુગ્ધ કરનાર પ્રશાંત તમાંગ હવે અભિનેતા બન્યા છે. અને પોતાના ગંભીર અભિનયના કારણે લોકો વચ્ચે પોતાની છાપ છોડી છે. પાતાલ લોક સીઝન 2માં તેમના અભિનયના વખાણ થઇ રહ્યા છે.
નવા કલાકારોનો દમદાર અભિનય
પ્રખ્યાત વેબ સીરીઝ પાતાલ લોકના બીજા સીઝનની વાપસી ઘણા લાંબા સમય બાદ કરવામાં આવી છે. દર્શકોએ બીજી સીઝન જોયા બાદ કહ્યુ કે આ સમયની સીરીઝ વધુ રહસ્યમય છે. કહાનીને વધુ ગંભીરતા આપવા માટે અમુક નવા અભિનેતાઓની એંટ્રી કરવામાં આવી છે. જેમાં તિલોત્તમાં શોમ, એલસી સેખઓસ જેવા નવા ચહેરાઓ જોવા મળ્યા રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જે અભિનેતાએ વધુ ધ્યાન ખેંચ્યુ છે તે છે ખૂંખાર સ્નાઇપર ડેનિયલ લીચૂ. જેના આક્રમક અંદાજે નવો ચાહક વર્ગ ઉભો કર્યો છે. તેના એક્શન દ્રશ્યોએ દર્શકોને પાતાલ લોક સીરીઝ જોવા માટે મજબૂર કર્યા છે.
કોણ છે પાતાલ લોક-2નો સ્નાઇપર ?
પાતાલ લોક-2માં સ્નાઇપર ડેનિયલની ભૂમિકા પ્રશાંત તમાંગે નિભાવી છે. તો આ પ્રશાંત તમાંદ કોણ છે તે મામલે તમને પણ પ્રશ્ન પડ્યો હશે. પ્રશાંત તમાંગ ગંભીર અભિનય કરવાની સાથે સુંદર અવાજના માલિક પણ છે. તેઓ સુમધુર સુરમાં ગીતો પણ ગાય શકે છે. કારણ કે તેઓ ઇન્ડિયન આઇડલ સીઝન 3ના વિજેતા રહી ચુક્યા છે. પ્રશાંત તમાંગનો જન્મ વર્ષ 1983માં દાર્જિલિંગમાં થયો હતો. એક દુર્ઘટનામાં પિતાના મૃત્યુ બાદ તેઓએ શાળાનું શિક્ષણ અધુરુ મુક્યુ હતુ. અને પિતાના સ્થાને કોંસ્ટેબલ બની કોલકત્તા પોલીસમાં ભરતી થયા હતા. પ્રશાંત તમાંગે કોલકત્તા પોલીસ ઓર્કેસ્ટામાં ગીતો પણ ગાયા છે.
નેપાલી ફિલ્મોમાં કર્યુ છે કામ
પ્રશાંત તમાંગે 2010માં નેપાલી ફિલ્મ ગોરખા પલટનથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. જે બાદ તેઓએ ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં અંગાલો યો માયા કો, નિશાની, પરદેસી અને કિના માયા મા સામેલ છે. પ્રશાંતે પાતાલ લોક સીરીઝના સીઝન-2માં અભિનય કરીને પોતાની આગવી ઓળખ બનાવી છે. સ્નાઇપર ડેનિયલની ભૂમિકામાં તેઓ દર્શકોને બાંધી રાખી છે. આ સિરીઝમાં જયદીપ અહલાવત પોલીસની ભૂમિકામાં છે. તો સાથે જ ગુલ પનાગ પણ અભિનય કરતા જોવા મળી રહ્યા છે. આ સીરીઝમાં એક મર્ડર મિસ્ટ્રી હલ કરવામાં આવી રહી છે.
Source link