જુની ફિલ્મોના અભિનેતા દિલીપ કુમાર અભિનેત્રી સારા અલી ખાન સાથે ખાસ સંબંધ ધરાવે છે. આ રિલેશનની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જે બાદ દર્શકોને બંને વચ્ચેનો સંબંધ જાણીને ચોંકી ઉઠ્યા છે. સારા અવાર-નવાર પોતાના બોલીવુડ રિલેશનને કારણે ચર્ચા રહે છે. ત્યારે દિલીપ કુમાર સાથેના આ રિલેશન મુદ્દે સારાને જ્યારે હકીકત માલૂમ પડી હતી ત્યારે તે પણ વિશ્વાસ કરવા તૈયાર ન હતી. દિલીપ કુમાર, અમૃત સિંહ અને પટૌડી પરિવાર એકબીજા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
સારા અને દિલીપ કુમાર વચ્ચેના સંબંધની હકીકત
અમૃતા સિંહની માતા રુકસાના સુલ્તાન રાજનિતીમાં પોતાની આગવી ઓળખ ધરાવતી હતી. તેમના વ્યક્તિત્વથી તેમની છાપ ઉભી થતી હતી. રુકસાનાની બહેન બેગમ પારાના લગ્ન નાસિર ખાન સાથે થયા હતા. અને નાસિર ખાન દિલીપ કુમારના ભાઇ હતા. આ લગ્ન બાદ બેગમ પારા અમૃતા સિંહની માસી અને નાસિર ખાન માસાનો સંબંધ ધરાવતા હતા. તો આ સંબંધને ધ્યાનમાં રાખીને બેગમ પારા અને નાસિર ખાન સારા અલી ખાનના નાના-નાની તરીકે ઓળખ ધરાવે છે. અને દિલીપ કુમાર પણ સારાના નાના તરીકેનો સંબંધ ધરાવે છે. તેથી આ રિલેશન નાના અને દોહીત્રીનો થાય છે. એક ઇંટરવ્યુ દરમિયાન સારાએ જણાવ્યુ હતુ કે જ્યારે તેને આ સંબંધ વિશે માહિતી મળી હતી ત્યારે તેને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આટલા મોટા લેજંડ તેમના નાના છે.
સારા અલી ખાનની કારકિર્દી
સારા ખાને કેદારનાથ ફિલ્મથી સિને જગતમાં ડેબ્યુ કર્યુ હતુ. 7 વર્ષના ફિલ્મી કરીયરમાં તેણે પોતાની ઓળખ ઉભી કરી છે. અને પોતાનો ચાહક વર્ગ પણ તૈયાર કર્યો છે. હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ સ્કાઇ ફોર્સના કારણે પણ સારા ચર્ચામાં છે. કારણ કે આ ફિલ્મના સહ અભિનેતા વીર પહાડિયા તેનો એક્સ છે. સારાની આગામી ફિલ્મ પર નજર કરીએ તો મેટ્રો ઇન દિનો, જેમાં આદિત્ય રોય કપૂર, નીના ગુપ્તા, અનુપમ ખેર સાથે તે જોવા મળશે.
સારા અલી ખાન કાર્તિક આર્યન સાથે પણ ખાસ મિત્રતા ધરાવતી હતી. તેમને લઇને પણ બોલીવુડ જગતમાં માહોલ ગરમ હતો. બંને એક સાથે ફિલ્મમાં કામ કર્યુ હતુ. પરંતુ થોડા સમય બાદ સારા અને કાર્તિકની મિત્રતા વચ્ચે તિરાડ જોવા મળી હતી.
Source link