કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીએ બજેટ બહાર પાડ્યું. જેમાં સોના પર ઇમ્પોર્ટ ડ્યુટીને લઇને કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ તેમ છતાં પણ સોનાના ભાવમાં બ્રેક લાગી નથી રહી. સોનાના ભાવ બજેટ બાદ બે દિવસ ઘટ્યા પરંતુ 5 ફેબ્રુઆરીએ બુધવારે સોનું મોંઘુ થયુ છે. 24 અને 22 કેરેટના સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. 10 ગ્રામનો ભાવ 85 હજારને પાર પહોંચ્યો છે.
કેમ સોનાનો ભાવ 85 હજારને પાર ?
આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ અને અમેરિકન નીતિઓમાં ફેરફારને કારણે લોકો સોનાને સલામત રોકાણ માની રહ્યા છે. જેથી તેમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત વધી રહી છે. નિષ્ણાતો કહે છે કે જો વ્યાજ દર ઘટશે અને બજારમાં અનિશ્ચિતતા રહેશે તો સોનું વધુ મોંઘુ થઈ શકે છે. ભારતમાં લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે, જેના કારણે આગામી મહિનાઓમાં સોનાની કિંમત વધુ વધી શકે છે.
આ શહેરોમાં શું છે સોનાનો ભાવ
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ | 24 કેરેટ ગોલ્ડ |
દિલ્હી | 78,260 | 85,360 |
ચેન્નાઇ | 78,110 | 85,210 |
મુંબઇ | 78,110 | 85,210 |
કોલકાતા | 78,110 | 85,210 |
અમદાવાદ | 79,100 | 86,290 |
જાણો ચાંદીના ભાવ કેટલા ?
બુધવારે 5 ફેબ્રુઆરીના રોજ ચાંદીના ભાવમાં ઘટાડો થયો. ચાંદીનો ભાવ ઘટીને 98400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ચાંદી હજુ સુધી 1 લાખ રૂપિયાના રેકોર્ડ સ્તર સુધી પહોંચી નથી. જોકે, સોનાએ ગયા વર્ષના ટોચના સ્તરને પાર કરી દીધું છે.
દેશમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેવા ઘણા પરિબળોને કારણે બદલાય છે. સોનું ફક્ત રોકાણનું સાધન નથી પણ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધવાની સાથે તેની કિંમતો પણ વધે છે. લોકો તેને સુરક્ષિત રોકાણ માને છે, તેથી તેની કિંમતમાં ફેરફાર સામાન્ય લોકોને અસર કરે છે.
Source link