
હિમાચલમાં અનોખા લગ્ન સામે આવ્યાં છે. અહીં સદીઓ જુની એક પરંપરા નિભાવતાં એક મહિલાએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતા. સિરમોરના શિલ્લાઈ ગામમાં હટ્ટી જાતિના બે ભાઈઓ પ્રદીપ અને કપિલ નેગીએ સુનિતા ચૌહાણ નામની યુવતીએ સાથે લગ્ન કર્યાં હતા. જોડીદરા નામની સદીઓ જુની પરંપરા હેઠળ આ લગ્ન સંપ્પન થયાં હતા.
કયો ભાઈ કાયદેસરનો પતિ ગણાશે
આ કિસ્સામાં મોટો ભાઈ પ્રદીપ સુનિતાનો કાયદેસરનો પતિ ગણાશે જોકે નાનો ભાઈ કપિલ પણ કાયદેસર જ ગણાય છે પરંતુ બાળકો તેના દ્વારા પેદા થશે અને ત્રણેયનો સમાન હક રહેશે. એવું પણ કહેવાઈ રહ્યું છે એક ભાઈ પત્ની સાથે હોય ત્યારે બીજો દખલ કરતો નથી. બીજો હોય ત્યારે પહેલો દખલ કરી શકતો નથી. આ રીતે બન્ને ભાઈઓ તેની સાથે સંબંધ બાંધે છે.
View this post on Instagram
બે ભાઈઓ સાથે લગ્નનું શું કારણ
હિમાચલમાં બહુપતિપ્રથા પ્રચલિત છે આ પ્રથા હેઠળ બે ભાઈઓ એક જ મહિલા સાથે લગ્ન કરતાં હોય છે. સંપત્તિ કે જમીનના ભાગલા ન પડે એટલા માટે આ પ્રથા ચાલી રહી છે.