HOME

જીમ કે મોંઘા ડાયટ પ્લાન વગર વજન ઘટાડો, જાણો તેના સરળ ઉપાય

વજન વધારવું જેટલું સરળ છે તેના કરતાં વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ છે. આજે મોટાભાગના લોકો વજન ઘટાડવા માટે જીમમાં કલાકોનો સમય વીતાવે છે. અને સ્ટ્રિક્ટ ડાયટ પ્લાનનો અમલ કરવો પડે છે. પરંતુ જે લોકો વર્કઆઉટ નથી કરતાં અને વજન ઘટાડવા માગે છે તેમણે કેટલાક આ સરળ ઉપાયથી વજન ઘટાડી શકે છે.

ખાંડનું સેવન ઓછું કરો

પેટની ચરબી ઘટાડવા માટે ખાંડનું સેવન ઓછું કરવું એ સૌથી જરૂરી રસ્તો માનવામાં આવે છે. શુગરવાળા પીણાંને પગલે ખાંડ વગરની ચા અથવા બ્લેક કોફીનું સેવન કરો. પૌષ્ટિક ખોરાક પસંદ કરો અને તમારી ખાવાની આદતો પર ધ્યાન આપો.

પ્રોટીન અને ફાઇબર ખાઓ

પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર ખોરાક પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તે પાચનમાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પ્રોટીનયુક્ત ખોરાક સ્નાયુ સમૂહ જાળવી રાખે છે અને બિનઆરોગ્યપ્રદ સ્નેક્સ ખાવાની ઇચ્છા ઘટાડે છે. કઠોળ, ઈંડા, લીલા શાકભાજી અને ફળો જેવા સામલે કરો.

રોજ 8 કલાકની ઊંઘ લો

વજન ઘટાડવા માટે પૂરતી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન વધે છે જેના કારણે ચરબીનો સંચય થાય છે. પૂરતી ઊંઘ લેવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

પૂરતું પાણી પીવાથી ભૂખ ઓછી લાગે છે

હાઇડ્રેટેડ રહેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. દિવસભર પૂરતું પાણી પીવાથી પાચન સુધરે છે અને ભૂખ ઓછી થાય છે. પાણી પીવાથી શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા પણ વધે છે. આ સ્વસ્થ ટેવો અપનાવીને, તમે ઝડપી પરિણામો મેળવી શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button