Jamnagar News: જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને શિક્ષણ વિભાગે રૂ. 10000 દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો

જામનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને નિયમ ભંગ બદલ શિક્ષણ વિભાગે રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી યુકેજીના વિદ્યાર્થીને નિયમ વિરુદ્ધ એલસી આપવાના કારણે કરવામાં આવી છે.
વિદ્યાર્થીના વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરિયાદ કરી હતી. તેમણે શાળાના શિક્ષકો અને આચાર્યની વર્તણૂક અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
આ વિવાદ દરમિયાન શાળાએ વાલી પાસેથી કોઈ લેખિત અરજી લીધા વિના જ વિદ્યાર્થીને એલસી આપી દીધું હતું.
આરટીઆઈના એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું
મળતી માહિતી પ્રમાણે જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ આ મામલે બંને પક્ષોની સુનાવણી યોજી હતી. સુનાવણીમાં શાળાના પ્રતિનિધિ એન્ટની અને વાલી હાજર રહ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું કે, શાળાએ આરટીઈ(રાઈટ ટુ એજ્યુકેશન) એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. ભવિષ્યમાં પણ આવું ન બને તેની તકેદારી શાળાએ પર રાખવાની રહેશે અને સાથે સાથે કોઈપણ શાળા છે
તેમાં વાલીની ખૂબ અગત્યની ભૂમિકા હોય તો વાલી અને સંસ્થા વચ્ચે શિક્ષકો વચ્ચે સમાનતા જળવાઈ રહે તે બાબતની કાર્યવાહી છે.