મારું ગુજરાત

Gujarat Weather: રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે, 19 ઓગસ્ટ સુધી મેધમહેરની આગાહી

આજે ઉત્તર ‎ગુજરાતના 51% થી 75%‎ વિસ્તારોમાં હળવાથી મધ્યમ‎ વરસાદની શક્યતા છે. ત્યાર બાદ ‎15 થી 19 ઓગસ્ટ સુધી 76% થી ‎વધુ વિસ્તારોમાં એટલે સાર્વત્રિક ‎હળવાથી મધ્યમ વરસાદની ‎શક્યતા છે. વરસાદના આ ‎રાઉન્ડથી અત્યાર સુધી વાવણી ‎થયેલા પાકોને પિયતનું પાણી મળી‎ રહેશે. તેમજ જળાશયોમાં નવા‎ પાણીનો ઉમેરો થશે.

તાપમાનમાં સવા ડિગ્રી સુધીનો ‎ઘટાડો

ઉત્તર ગુજરાતના આકાશમાં ‎બુધવારે વરસાદી ‎વાદળો છવાયેલા રહ્યા હતા. સાંજે‎ 6 વાગ્યા સુધીમાં ધનસુરામાં 2‎ મિ.મી. અને તલોદમાં 1 મિ.મી. ‎વરસાદ નોંધાયો હતો. વરસાદી ‎વાતાવરણ સર્જાતાં દિવસ-રાતના ‎તાપમાનમાં સવા ડિગ્રી સુધીનો ‎ઘટાડો નોંધાયો હતો.

પોણા ‎ડિગ્રીના ઘટાડા સાથે રાત્રિનું ‎તાપમાન 26 ડિગ્રીની આસપાસ ‎રહ્યું હતું. જ્યારે સવા ડિગ્રીના ‎ઘટાડા સાથે દિવસનું તાપમાન 33 ‎ડિગ્રીની આસપાસ રહ્યું હતું.‎

4 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ

હાલમાં રાજ્યમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ, ઇસ્ટ અને વેસ્ટ ટ્રફ એમ કુલ 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાશે.

આ સ્થળોએ ભારે વરસાદની આગાહી

આજે (14 ઓગસ્ટ) અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button