Sabarkantha News : હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારેકોર પાણી જ પાણી, 13 જેટલી કાર તણાઈ

હિંમતનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં પાણી ભરવાના બનાવો સામે આવ્યા છે.
જોકે હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલ શગુન સોસાયટીમાં પાણીના નિકાલના અભાવે વરસાદી પાણી ફરી વળ્યું હતું. સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યું હતું, જેને લઇને સામનો કરી રહ્યા છે.
સગુન સોસાયટીના સ્થાનિકો અને પ્રમુખ દ્વારા અનેકવાર પાલિકા પ્રશાસનને જાણ કરવામાં આવી હોવા છતાં પાલિકા પ્રશાસન દ્વારા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી.
આજે પણ સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરવા છતાં હજુ કોઈ પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી જોવા પણ અહીં આવ્યા નથી પરિણામે સ્થાનિકો પ્રશાસનના પાપનો સામનો કરી રહ્યા છે.
બળવંતપુરા રેલવે અંડરપાસ પણ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો
બીજી તરફ વરસાદથી હિંમતનગરનું બળવંતપુરા રેલવે અંડરપાસ પણ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયો છે. 17 ફૂટ ઊંડો આ અંડરપાસ પાણીથી છલોછલ ભરાઈ જતા તે ‘સ્વિમિંગ પૂલ’ જેવો દેખાઈ રહ્યો છે.
અંડરપાસમાં પાણી ભરાતા વાહનવ્યવહાર થંભી ગયો છે જેના કારણે લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.