સ્પોર્ટ્સ

Asia Cup 2025 : હાર્દિક પંડ્યા કરવા જઈ રહ્યો છે મોટો કમાલ! માત્ર 3 વિકેટ લેતા જ ભુવનેશ્વર કુમારનો રેકોર્ડ તોડી નાખશે

એશિયા કપ 2025 શરૂ થવામાં એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે અને તેમાં 8 ટીમો ભાગ લેશે. તેની મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE) ના બે શહેરો, દુબઈ અને અબુ ધાબીમાં યોજાશે. ઓપનિંગ મેચ 9 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે ટાઇટલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાશે. એશિયા કપમાં, બધાની નજર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર પણ રહેશે, જે પોતાના નામે એક મોટો રેકોર્ડ કરી શકે છે.

ભુવનેશ્વર કુમારને પાછળ છોડવાની તક

જો હાર્દિક પંડ્યા 3 વિકેટ લે છે, તો તે એશિયા કપના T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દેશે. ટીમ ઈન્ડિયાની બહાર રહેલો ભુવનેશ્વર કુમાર એશિયા કપના T20 ફોર્મેટમાં સૌથી સફળ બોલર છે. ભુવીએ માત્ર 6 મેચમાં 13 વિકેટ લીધી હતી અને તેની સરેરાશ 9.46 હતી. UAEના પૂર્વ ફાસ્ટ બોલર અમજદ જાવેદ આ મામલે બીજા ક્રમે છે. જાવેદે 7 મેચમાં 12 વિકેટ લીધી હતી.

આ અફઘાન સ્પિનર પણ રેસમાં

હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, અલ અમીન હુસૈન અને મોહમ્મદ નવીદ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આ ચારેય ખેલાડીઓએ 11-11 વિકેટ લીધી છે. અલ અમીન હુસૈન (બાંગ્લાદેશ) અને મોહમ્મદ નવીદ (યુએઈ) એશિયા કપનો ભાગ નહીં હોય, તેથી હાર્દિક પંડ્યા સિવાય રાશિદ ખાન પાસે ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દેવાની તક હશે.

વાનિન્દુ હસરંગા ચોથા નંબરે

શ્રીલંકન સ્પિનર વાનિન્દુ હસરંગા ચોથા નંબરે છે, જેણે કુલ 9 વિકેટ લીધી છે. પાકિસ્તાનના શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને હરિસ રઉફ પાંચમા સ્થાને છે. શાદાબ, નવાઝ અને રઉફે એશિયા કપના T20 ફોર્મેટમાં 8-8 વિકેટ લીધી છે. નવાઝ અને રઉફ આ વખતે પણ એશિયા કપમાં ભાગ લેતા જોવા મળશે.

એશિયા કપ (T20 ફોર્મેટ) માં સૌથી વધુ વિકેટ

  • ભુવનેશ્વર કુમાર (ભારત) – 6 મેચ, 13 વિકેટ, સરેરાશ 9.46
  • અમજદ જાવેદ (UAE) – 7 મેચ, 12 વિકેટ, સરેરાશ 14.08
  • મોહમ્મદ નવીદ (UAE) – 7 મેચ, 11 વિકેટ, સરેરાશ 13.18
  • રાશિદ ખાન (અફધાનિસ્તાન) – 8 મેચ, 11 વિકેટ, સરેરાશ 18.36
  • હાર્દિક પંડ્યા (ભારત) – 8 મેચ, 11 વિકેટ, સરેરાશ 18.81
  • અલ અમીન હુસૈન (બાંગ્લાદેશ) – 5 મેચ, 11 વિકેટ, સરેરાશ 12.18
  • વાનિંદુ હસરંગા (શ્રીલંકા) – 6 મેચ, 9 વિકેટ, સરેરાશ 18.88
  • શાદાબ ખાન (પાકિસ્તાન) – 5 મેચ, 8 વિકેટ, સરેરાશ 14.12
  • મોહમ્મદ નવાઝ (પાકિસ્તાન) – 8 મેચ, 8 વિકેટ, સરેરાશ 21.75
  • હરિસ રઉફ (પાકિસ્તાન) – 6 મેચ, 8 વિકેટ, સરેરાશ 19.12

ત્રીજી વખત આ ટુર્નામેંટ T20 ફોર્મેટમાં રમાશે

એશિયા કપ 1984માં શરૂ થયો હતો અને ત્યારથી 2014 સુધી, આ ટુર્નામેન્ટ ફક્ત ODI ફોર્મેટમાં જ રમાતી હતી. 2016માં પહેલીવાર એશિયા કપનું આયોજન T20 ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2022માં પણ આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી. હવે ત્રીજી વખત આ ટુર્નામેન્ટ સૌથી ટૂંકા ફોર્મેટમાં રમાશે.

8 ટીમો લઈ રહી છે ભાગ

આ વખતે એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઓમાન, યુએઈ અને હોંગકોંગની ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે. જ્યારે હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ગ્રુપ B માં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button