ટેકનોલોજી

OpenAIનો Stargate પ્રોજેક્ટ ભારતમાં આવશે, રિલાયન્સ સાથે થઈ શકે છે ભાગીદારી!

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓઈલ અને ટેલિકોમમાં ખૂબ જ આગળ છે અને તે હવે ગુજરાતના જામનગરમાં દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ OpenAIને તેના Stargate પ્રોજેક્ટ માટે જે ફેસિલિટીની જરૂર છે એને બંધબેસતો છે. તેઓ હાલમાં ડેટા સેન્ટરની ક્ષમતા, કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને પાવર કેટલો ઉપલબ્ધ છે વગેરે જેવી મહત્વની બાબતો પર ચર્ચા વિચારણા થઈ રહી છે.

OpenAIને ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સરકારે કરી વિનંતી

ભારત સરકાર દ્વારા OpenAIને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમનો Stargate પ્રોજેક્ટને ભારતમાં લઈને આવે અને ભારતના ડેટાને ભારતમાં જ સ્ટોર કરે. ભારત સરકારે તેમને 500 બિલિયન અમેરિકન ડોલરના પ્રોજેક્ટમાંથી થોડા બિલિયન ભારતમાં ઇન્વેસ્ટ કરવા માટે કહ્યું હતું.

ભારત હવે તેમના ડેટાને પોતાના દેશમાં જ સ્ટોર કરવા માટે કંપનીઓને ફરમાન આપી રહી છે. આથી જ Microsoft અને Google એ તેમના ડેટા સેન્ટર ભારતમાં શરૂ કર્યાં છે. જોકે ભારત સરકારની વિનંતી બાદ OpenAI અહીં ઇન્વેસ્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે.

ભારતમાં OpenAI નો વિકાસ

OpenAI ના CEO સેમ ઓલ્ટમેન દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા બાદ ChatGPT નું સૌથી મોટું માર્કેટ ભારત છે. તેમ જ જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ મુજબ ભારત સૌથી મોટું માર્કેટ પણ બની શકે છે.

OpenAI હવે નવી દિલ્હીમાં તેમની પહેલી ઓફિસ શરૂ કરીને ભારતમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. મે મહિનામાં OpenAI દ્વારા ડેટાને જે-તે એશિયન દેશ માટે તેમના ડેટાને ત્યાં જ સ્ટોર કરવા માટેની વાતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એમાં ભારતનો પણ સમાવેશ થાય છે. આથી તેઓ ભારતના ડેટાને અહીં જ સ્ટોર કરવા માટે તૈયાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button