હવે WhatsApp પર મેસેજ વાંચવા માટે કોઈ App નહીં જોઈએ! એક ક્લિકમાં 21 ભાષાઓમાં થઈ જશે વાતચીત

વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp, સતત અપડેટ થઈ રહી છે. હવે આખરે યુઝર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ફીચર આ પ્લેટફોર્મ પર આવી ગયું છે. આ ફીચરનું નામ Message Translation છે. તેને iOS એપ સાથે સંકલિત કરવામાં આવ્યું છે અને યુઝર્સ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે.
21 ભાષાઓને કરશે સપોર્ટ
આ સુવિધા સાથે, તમે કોઈપણ મેસેજને તમારી પોતાની ભાષામાં અનુવાદિત કરી શકો છો અને તેને વાંચી શકો છો. આ સુવિધા કોઈપણ મેસેજને એપ્લિકેશનમાં સીધા 21 ભાષાઓમાં અનુવાદિત કરવાનો વિકલ્પ પણ આપે છે. iOS વર્ઝન 25.28.74 માટે WhatsAppનું નવીનતમ રોલઆઉટ મંગળવારે યુઝર્સ માટે રોલઆઉટ થવાનું શરૂ થયું, અપડેટ આગામી થોડા દિવસોમાં દરેક માટે ઉપલબ્ધ થવાની અપેક્ષા છે.
Android યુઝર્સને ટૂંક સમયમાં મળશે આ સુવિધા
અહેવાલ છે કે આ અપડેટ કરેલ સુવિધા આગામી અઠવાડિયામાં iOS અને Android બંને યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. WhatsApp કહે છે કે આ નવી સુવિધા Appleના Translation AIનો ઉપયોગ કરે છે.
આ ભાષાઓમાં અનુવાદો ઉપલબ્ધ થશે
યુજર્સ મેસેજને હિન્દી, અરબી, સિમ્પલ ચાઇનીઝ, ટ્રેડિશનલ ચાઇનીઝ, ડચ, ફ્રેન્ચ, જર્મન, કોરિયન, યુકે અંગ્રેજી, યુએસ અંગ્રેજી, ઇન્ડોનેશિયન, જાપાનીઝ, ઇટાલિયન, પોલિશ, બ્રાઝિલિયન સ્પેનિશ, રશિયન, થાઈ, ટર્કિશ, યુક્રેનિયન અને વિયેતનામીસમાં અનુવાદિત કરી શકે છે.
આ સુવિધા ઓફલાઇન પણ કાર્ય કરશે
નોંધનીય છે કે યુઝર્સને વિવિધ ભાષાઓ વચ્ચે અનુવાદ કરવા માટે ભાષા પેક ડાઉનલોડ કરવાની જરૂર પડશે. આ પછી, તમે ઓફલાઇન હોવા છતાં પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.