Benefits of drumstick leaf : પીએમ મોદીનું પ્રિય ‘સુપરફૂડ’ કયું છે? જાણો તેના ફાયદા અને ઉપયોગ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પણ પ્રિય ફૂડ છે. તે સ્વાદે સામાન્ય છે, પરંતુ પોષણની બાબતે ખૂબ જ ફાયદાકારક છે. COVID-19 દરમિયાન તે વધુ લોકપ્રિય બન્યું છે. વડા પ્રધાન મોદીએ પોતે તેના ફાયદાઓની પ્રશંસા કરતા કહ્યું છે કે, “સરગવામાં પોષક તત્વો ભરપૂર હોય છે. હું પોતે સરગવાના પરાઠા બનાવતો હતો.”
હવે સવાલ એ થાય કે, શું ખરેખર સરગવો સ્વાસ્થ્ય માટે એટલો જ ફાયદાકારક છે જેટલો તેનો દાવો કરવામાં આવે છે? ચાલો જાણીએ નિષ્ણાતોનું આ બબતે શું કહેવું છે?
સરગવાના ફાયદા
સરગવાના પાન પોષક તત્વો અને કુદરતી સંયોજનોથી ભરપૂર છે. તે પેટમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને શરીરને વિવિધ રોગોથી બચાવે છે. જો જમ્યા પછી પેટ ફૂલેલું લાગે છે અથવા એન્ટિબાયોટિક્સ લીધા પછી નબળાઈ અનુભવાય છે, તો સરગવાના પાન પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ બંનેને મજબૂત બનાવી શકે છે. તે એક સરળ પાન છે, પરંતુ તેના ફાયદા ખરેખર અદ્ભુત છે.
સરગવો શરીર માટે કેમ ફાયદાકારક છે?
જો તમને દર વખતે જમ્યા પછી હાર્ટબર્ન અથવા પેટ ફૂલવું જેવી સમસ્યા અનુભવાય છે, તો સરગવો ખૂબ મદદરૂપ થઈ શકે છે, કારણ કે સરગવામાં મોરિંગિન નામનું કુદરતી સંયોજન હોય છે, જે આંતરડાના અસ્તરને સુધારે છે, પેટમાં એસિડને સંતુલિત કરે છે અને આંતરડામાં રીસેપ્ટર્સને સક્રિય કરીને પાચનને વેગ આપે છે. સરગવામાં વિટામિન સી, બીટા-કેરોટિન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો હોય છે, જે તમારા હૃદયનું રક્ષણ કરે છે અને શરીરના કોષોને થતું નુકસાન અટકાવે છે.
સૌથી સારી વાત એ છે કે સરગવામાંથી કોઈ પણ વસ્તુ બનાવવામાં આવે તો પણ તે તેના ગુણધર્મો જાળવી રાખે છે. તેથી, જો તમને પાચન સમસ્યાઓ હોય, રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, અથવા તમે એન્ટિબાયોટિક્સથી સ્વસ્થ થઈ રહ્યા હોવ, તો દરરોજ સવારે સરગવાના પાન ખાવા જોઈએ અને સરગવાનો ખોરાક તરીકે ઉપયોગ કરવો જોઈએ.