પતિ વિના ન રહેવાયું! જામનગરમાં 19 વર્ષની પરિણીત યુવતીએ જંતુનાશક દવા પી આપઘાત કર્યો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં બનેલી એક હદયવિદારી ઘટના સૌને દુઃખમાં મૂકી ગઈ છે. ખીરી ગામની 19 વર્ષીય પરિણીત ધુળકીબેન અનીલભાઈ ગણાવાએ પોતાના પતિ વિના રહેવું ન સહન થતાં આપઘાત કરી લીધો.
માહિતી મુજબ, તેમના પતિ અનીલભાઈ મગફળી કાઢવા માટે 23મી તારીખે બહારગામ ગયા હતા અને મોડું થતાં ત્યાં જ રોકાઈ ગયા હતા. પતિની ગેરહાજરીમાં ધુળકીબેન વ્યથિત થઈ ગઈ હતી અને પોતાની વાડીમાં ઉપલબ્ધ જંતુનાશક દવા પી લીધી હતી.
પરિજનોને જાણ થતાં તરત જ તેમને જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કર્યા.
- ગામમાં શોક અને ચિંતા ફેલાવી
પોલીસે આ ઘટના અંગે કાયદેસર નોંધ કરીને તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ જણાવ્યું કે ધુળકીબેન સ્વભાવથી ખૂબ લાગણશીલ અને પતિ સાથે અતિશય જોડાયેલી હતી. પતિ વિના રહેવાની લાગણીજન્ય અસહ્યતા તેને આ પગલાં સુધી લઈ ગઈ.
આ ઘટનાએ સમગ્ર ગામમાં શોક અને ચિંતા ફેલાવી છે. સ્થાનિક સમાજના આગેવાનો દ્વારા યુવા દંપતીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા અને ભાવનાત્મક સહારો પૂરો પાડવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.



