TECHNOLOGY

રિચાર્જ પ્લાનની કિંમતો ફરી રોવડાવશે, બજેટમાં કરાઇ મોટી જાહેરાત

  • નિર્મલા સીતારમણે 23 જુલાઈએ બજેટ રજૂ કર્યું
  • ટેલિકોમ સાધનો પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ પર ડ્યુટી વધારાઇ
  • ગ્રાહકને મોંઘા ટેરિફ પ્લાનનો સામનો કરવો પડી શકે છે

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ) બજેટ રજૂ કર્યું. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. ટેલિકોમ સાધનો પર પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલીઝ (PCBA) પર ડ્યુટી 10% થી વધારી 15% કરી દેવામાં આવી છે જે હશે. જેની સીધી અસર યુઝર્સ પર જોવા મળી શકે છે.

PCBA પરની ડ્યૂટીમાં વધારાથી ટેલિકોમ સાધનોની કિંમત વધશે. ટેલિકોમ કંપનીઓ ફરી એકવાર રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. આ ઉપરાંત 5G સર્વિસના રોલઆઉટની સ્પીડ ધીમી થશે.

મોંઘી ટેરિફ યોજનાઓનો સામનો કરવો પડશે

ટેલિકોમ સાધનોની કિંમતમાં વધારાને કારણે ઓપરેટરને વધુ ખર્ચ ચૂકવવો પડશે અને તેના કારણે ગ્રાહકને મોંઘા ટેરિફ અથવા ઉંચા સર્વિસપ્લાનનો સામનો કરવો પડી શકે છે. PCBAમાં વધારાને કારણે ટેલિકોમ સેક્ટરના નેટવર્ક વિસ્તરણની ગતિમાં સમસ્યા આવી શકે છે.

5G સેવાના રોલઆઉટની ગતિને ધીમી થશે

દેશમાં નેટવર્ક વિસ્તરણનું કામ મોંઘું થશે, જેના કારણે તે કામની ગતિ ધીમી થશે. ટેલિકોમ કંપનીઓ પર નાણાકીય બોજ પણ વધશે, જે 5G સેવાના રોલઆઉટની ગતિને ધીમી કરી શકે છે.

સોલર પેનલ અને લિથિયમ બેટરી સસ્તી થશે

આ ઉપરાંત સોલર પેનલ અને લિથિયમ બેટરી સસ્તી થશે. આ કારણે ફોન અને વાહનોની બેટરીની કિંમતમાં ઘટશે. આ ઉપરાંત ઈકોમર્સ કંપનીઓ માટે TDS રેટ 1 ટકાથી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે. તે લગભગ શૂન્ય થઈ ગયો છે. મોબાઈલ ફોન અને ચાર્જર પરની બેઝિક કસ્ટમ ડ્યુટીમાં 15 ટકાનો ઘટાડો કરાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button