WhatsApp Web યુઝર્સ માટે મોટી ખુશખબર સામે આવી છે. અત્યાર સુધી ગ્રુપ વોઇસ અથવા વીડિયો કોલ કરવા માટે સ્માર્ટફોન કે WhatsApp Windows એપનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં WhatsApp Web પરથી જ સીધા Voice અને Video Group Call કરવાની સુવિધા મળશે.
WhatsAppના આવનારા અપડેટ્સ અંગે વિશ્વસનીય માહિતી આપતી વેબસાઇટ WABetainfo અનુસાર, WhatsApp Web માટે ગ્રુપ કોલિંગ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. હજી સુધી આ ફીચર બીટા વર્ઝનમાં પણ ઉપલબ્ધ નથી, પરંતુ રિપોર્ટમાં શેર કરાયેલા સ્ક્રીનશોટ્સથી સ્પષ્ટ થાય છે કે Web વર્ઝન માટે કોલિંગ સપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
હાલમાં WhatsApp Web પર ગ્રુપ ચેટમાં વીડિયો કોલનું આઇકન દેખાય છે, પરંતુ તે ક્લિક કરતા યુઝરને Windows એપ ડાઉનલોડ કરવાની સૂચના મળે છે. આવનારા અપડેટ બાદ Windows એપ વગર જ બ્રાઉઝર પરથી ગ્રુપ વોઇસ અને વીડિયો કોલ શક્ય બનશે, જે ખાસ કરીને અન્યનું લેપટોપ વાપરતા યુઝર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
શરૂઆતમાં હોઈ શકે છે મર્યાદાઓ
રિપોર્ટ અનુસાર, WhatsApp Web પર ગ્રુપ કોલ્સ માટે શરૂઆતમાં કેટલાક લિમિટેશન લાગુ થઈ શકે છે. HD વીડિયો સપોર્ટ મળશે કે નહીં, અથવા એક સાથે કેટલા યુઝર્સ જોડાઈ શકશે—આ અંગે WhatsApp તરફથી હજી સુધી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી
નવા Privacy Features પણ આવી રહ્યા છે
આ સાથે WABetainfoએ અગાઉ જાણકારી આપી હતી કે WhatsAppના iOS બીટા વર્ઝનમાં કવર ફોટો માટે નવા Privacy Controls રજૂ કરવામાં આવ્યા છે. આ ફીચર દ્વારા યુઝર્સ નક્કી કરી શકશે કે તેમનો કવર ફોટો કોણ જોઈ શકે—Everyone, Contacts અથવા Selected Users.
કુલ મળીને, આવનારા દિવસોમાં WhatsApp Web વધુ પાવરફુલ બનતું જોવા મળશે અને યુઝર્સને ડેસ્કટોપ પર સંપૂર્ણ કોલિંગ અનુભવ મળશે.


Leave a Comment