ડભોઇ તાલુકાના ગામડાઓમાં હવે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે જવું પણ કપરું થઈ ગયું છે. નર્મદા વિસ્થાપિતોની કુકડ વસાહતના સ્મશાનને જોડતો માર્ગ વર્ષોથી કાચો હોય ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અગ્નિસંસ્કાર માટે જતા ડાઘુઓને મોટી આપદા વેઠવાનો વારો આવે છે. અંદાજિત દોઢ કિમી દૂર આવેલા સ્મશાન સુધી પહોંચવાનો માર્ગ ચોમાસામાં તો કાદવ કીચડથી ખદબદતો હોય ક્યાંક ટ્રેક્ટર તો ક્યાંક બળદ ગાડાનો પણ સહારો લેવો પડે છે. સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી માર્ગનું નિર્માણ કરે તેવી લોકમાંગ નર્મદા વિસ્થાપિતો માં ઉઠવા પામી છે.
કુકડ ગામ વસાહતમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી રહેતા વસાહતીઓ માટે મૃત્યુ થાય ત્યારે સ્મશાનને જોડતો કાચો માર્ગ હોય ચોમાસામાં અગ્નિસંસ્કાર કરવા જતા ડાઘુઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવે છે. લાગતું વળગતું તંત્ર તેમજ સરકાર આ બાબતે જરૂરી ધ્યાન આપી નવીન માર્ગનું નિર્માણ કરે તેવી માંગ વસાહતીઓમાંથી ઉઠી છે.
સ્મશાન જવા ફરજિયાત ટ્રેક્ટરની મદદ લેવી પડે છે
હું કુકડ નવી વસાહતનો રહેવાસી છું અમારે મસાણ જવું હોય તો દોઢ કિલોમીટર જેટલો રસ્તો કાદવ કિચ્ચડ ભરેલો ખેતરોમાંથી પસાર થતો રસ્તો હોય અને બે ત્રણ-ત્રણ ફૂટ કિચડ કાદવમાંથી જવું પડે છે. ટ્રેક્ટર દ્વારા લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. આજે મરણ થયું છે. એક ટ્રેક્ટર બોલાવ્યું તે પણ ફ્સાઈ ગયા પછી બીજા ટ્રેક્ટરથી બહાર કાઢી કરવું પડે છે.
કુકડ વસાહતથી સ્મશાન સુધીનો રસ્તો બિસમાર
અમે છેલ્લા 35 વર્ષથી કુકડ વસાહતમાં રહીએ છીએ નર્મદા વિસ્થાપિત છે. વસવાટ કરેલા છે કુકડ વસાહતથી સ્મશાન સુધીનો રસ્તો એટલો ખરાબ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ બનાવવામાં આવતો નથી. આદિવાસીઓ માટે સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ અધિકારીઓ દ્વારા કોઇ ધ્યાન ન અપાતા ગરીબોને તકલીફ વેઠવી પડે છે.
Source link