ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં નશાનો કારોબાર: સરકારના દાવા પર પ્રશ્નચિહ્ન

by

Thenewsdk

Updated: 17-03-2026, 01.12 PM

Follow us:

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ 3146 કિલો ડ્રગ્સ, 16 કિલો અફીણ અને આશરે 2620 નશીલા સિરપની બોટલો ઝડપાઈ હતી. આ આંકડા માત્ર એક જિલ્લામાંથી મળ્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો કેટલી હદે ફેલાયો છે. આ ઘટનાએ સરકારની નશાબંધી નીતિ અને તેના અમલીકરણ અંગે ચર્ચા જગાવી છે.

વિપક્ષના સવાલ બાદ ગૃહ વિભાગે આંકડાઓ જાહેર કર્યા
વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે છેલ્લા સમયમાં સુરત જિલ્લામાંથી કેટલું ડ્રગ્સ અને અફીણ ઝડપાયું છે. તેના જવાબમાં ગૃહ વિભાગે આ આંકડાઓ જાહેર કર્યા હતા. આ માહિતી બહાર આવતા વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે કે, માત્ર પેડલરોને પકડીને કાર્યવાહીનો દેખાડો કરવામાં આવે છે, પરંતુ મોટા માથા હજુ સુધી કાયદાની પકડથી દૂર છે.

આટલો મોટો જથ્થો રાજ્યમાં પહોંચે છે કયાંથી?
આ મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આટલો મોટો જથ્થો રાજ્યમાં પહોંચે છે તો તેનો મૂળ સ્ત્રોત શું છે? ડ્રગ્સ સપ્લાય કરનાર ગેંગ અથવા આંતરરાષ્ટ્રીય માફિયાઓ સુધી પોલીસ કેમ પહોંચી શકતી નથી? વિપક્ષનું કહેવું છે કે જો મૂળ સૂત્રોને જ પકડવામાં નહીં આવે તો માત્ર નાના સ્તરે કરવામાં આવતી કાર્યવાહીથી સમસ્યા ઉકેલાશે નહીં.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.