વડોદરાના વારસિયામાં દુઃખદ ઘટના: ચાર બાળકોની માતાએ વડના ઝાડે ગળેફાંસો ખાધો

by

Thenewsdk

Updated: 17-03-2026, 01.16 PM

Follow us:

વડોદરાના વારસિયામાં દુઃખદ ઘટના: ચાર બાળકોની માતાએ વડના ઝાડે ગળેફાંસો ખાધો

Vadodara : આજે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. નિધિ ફ્લેટની પાછળ રહેતા 33 વર્ષીય પરિણીતા ધનસાબેન હસમુખભાઈ ચુનારાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. ભરચક વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક ધનસાબેનના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને તેમને સંતાનમાં ચાર બાળકો છે. પશુપાલન અને ઘરકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ મહિલાના અચાનક આપઘાતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસને જોતા જ પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

સ્થાનિકોની નજરે ઘટના
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં આવેલા નિધિ ફ્લેટ પાછળ આ બહેન રહેતા હતા. તેઓ બકરાં પાળતા હોવાથી દરરોજ પ્રાણીઓના ચારા માટે અહીં પીપળા અને વડના ઝાડની ડાળખીઓ કાપવા આવતા હતા. આજે જ્યારે મને ફોન આવ્યો કે કોઈ મહિલા અહીં ઝાડ પર લટકી ગયા છે, ત્યારે મેં આવીને જોયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.”

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.