ચાણસ્મા તાલુકામાં શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક નરાઘમ ભુવાએ ચાણસ્મા તાલુકાના એક ગામની સગીર વયની યુવતી સાથે ઘાક ઘમકી આપી શારીરિક અડપલાં કરી તેનો વીડિયો બનાવી તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેમાં સગીરા સાથે અવાર નવાર તેની મરજી વિરુઘ દુષ્કર્મ ગુજાર્યું છે. ત્યારે સમગ્ર ઘટના બાબતે ચકચાર મચી જવા પામી છે અને ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને પકડવા ચક્ર ગતીમાન કર્યા છે.
મમ્મી પપ્પાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો
સગીરા અને ભાખડી ભુવાજી કઈ રીતે સંપર્કમા આવ્યા તેની પર એક નજર કરીએ તો મૂળ મહેસાણા તાલુકાના ઉંચરપી ગામનો વ્યવસાયે ભુવા ભોપાળાનું કામ કરતો ચૌઘરી ભગાભાઈ ( ઉર્ફે ભુવાજી ) શંકરભાઈ ચાણસ્મા તાલુકાના એક ગામમાં 6 માસ અગાઉ ગામના ગોગા મહારાજના હવનમા આવ્યો હતો. જ્યા સગીરા પાંખડી ભુવાજીની નજરમા આવી હતી. ત્યાર બાદ અવાર નવાર ભગો ( ઉર્ફે ભુવાજી ) આ ગામમાં આવતો અને સગીરાનો પીછો કરવાનું શરૂ કરેલ અને જયારે સગીરા પોતાના ઘરે એકલી હોય ત્યારે આ નરાઘમ ભુવો તેના ઘરે જતો હતો. અને સગીરાને હું કહું તેમ નહીં કરે તો તારા મમ્મી પપ્પાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
સગીરાની મરજી વિરુદ્ધ ગાડીમા સગીરાની મરજી વિરુદ્ધ બેથી ત્રણ વાર દુસ્કર્મ ગુજાર્યું
સમગ્ર ઘટના પર એક નજર જોઈએ તો મહેસાણાના ઉચરપી ગામના ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી આશરે 6 મહિના પહેલા ચાણસ્મા તાલુકાના ગામમાં આવ્યો હતો. તે સમય સગીરા ભુવાજીની નજરે ચડી જતા ત્યાર પછી હવસનો ભૂખ્યો સગીરા જ્યા જતી ત્યાં તેની પાછળ પીછો કરવા લાગ્યો હતો. અને જયારે સગીરા ઘરે એકલી હોતી ત્યારે ભુવો સગીરાના ઘરે જતો અને સગીરાના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ સગીરના ગામ બહાર અન્ય કોઇ સ્થળે જતી તો ત્યાં પણ તેમની પાછળ જતો હતો. એક વખત સગીરા જયારે પાટણ ખાતે હોસ્ટેલની બહાર આવેલ પોતાના ટ્યુશન ક્લાસીસ હતી. તો આ પાંખડી ભુવો ત્યાં પણ પહોચી જતો હતો અને સગીરાના હાથ ખેંચી પોતાની કાળા કાચ વાળી ગાડીમાં બેસાડી અને સગીરાની મરજી વિરુઘ શારીરિક અડપલાં અને ખરાબ કૃત્ય કરતો હતો અને ફોટા પાડતો હતો. અને ત્યાર બાદ આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ ગાડીમા સગીરાની મરજી વિરુદ્ધ બેથી ત્રણ વાર દુસ્કર્મ ગુજાર્યું હતું.
Source link