GUJARAT

Mehsanaના ઉંઝામાં શંકાસ્પદ વરિયાળી બનાવતી ફેકટરી ઝડપાઈ, આરોગ્ય વિભાગે તપાસ હાથધરી

મહેસાણાના ઉંઝામાં શંકાસ્પદ વરિયાળી બનાવતી ફેકટરી ઝડપાઈ છે જેને લઈ આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે,કલર મિકસ કરીને વરિયાળીમાં નાખવામાં આવતો હોવાની માહિતી પ્રાથમિક રીતે સામે આી છે,1955 કિલો કલરયુકત વરિયાળી ઝડપાઈ છે,આરોગ્ય વિભાગને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને કામગીરી કરાઈ છે,ત્યારે રીપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે આ કલર કયો છે અને શેમાં તેનો ઉપયોગ થાય છે.

શંકાસ્પદ વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

મહેસાણાના ઉંઝામાં શંકાસ્પદ વરિયાળી બનાવતી ફેકટરી ઝડપાઈ છે,કલર મિકસ કરીને વરિયાળી બનાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે આરોગ્ય વિભાગે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક આરોપીની અટકાયત પણ કરી છે,કીર્તિ ટ્રેડિંગ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે સાથે સાથે લીલો કલર કરી કલર ફૂલ વરિયાળી બનાવવામાં આવતી હતી.આરોગ્ય વિભાગે શંકાસ્પદ વરિયાળીનો જથ્થો ઝડપ્યો છે અને તપાસ અર્થે મોકલી આપ્યો છે.

લીલો કલર કરી કલર ફૂલ વરિયાળી બનાવતી

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે લીલો કલર ભેળવીને વરિયાળી બનાવવામાં આવતી હતી અને તેને બજારમાં વેચવામાં આવતી હતી,આ ફેકટરીમાં અન્ય શું પ્રોડકટર બને છે તેને લઈ પણ આરોગ્ય વિભાગે તપાસ હાથધરી છે.માનવ આરોગ્ય ને હાની પહોંચાડે તેવું હોવાથી સ્થળ પરજ મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો હતો ત્યારે આ રીપોર્ટમાં શું આવે છે અને શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

16 ઓકટોબરે પણ ઝડપાઈ હતી નકલી જીરુ-વરિયાળીની ફેક્ટરી

મહેસાણા એલસબીએ નકલી જીરૂ-વરિયાળી બનાવતી ફેકટરી પર દરોડા પાડયા છે,રૂપિયા 74 લાખનું શંકાસ્પદ જીરૂ અને વરિયાળી સીઝ કરવામાં આવ્યા છે,દાસજ રોડ પર આવેલ ગંગાપુર ફેકટરી પાસે આ ગોડાઉન ભાડે રાખીને ચલાવવામાં આવતું હતુ.મહેશ પટેલ અને ભાર્ગવ પટેલ નામના વ્યકિતઓ ચલાવતા હતા ફેક્ટરી.85 બોરી બનાવટી જીરું કરાયું જપ્ત સાથે સાથે આ તમામ મુદ્દામાલને રીપોર્ટ અર્થે FSLમા મોકલી આપવામાં આવ્યો છે.

5 એપ્રિલ 2024ના રોજ પણ ઝડપાઈ હતી ફેકટરી

મહેસાણાના ઊંઝામાં ફરીએકવાર નકલી જીરુનો કારોબાર ઝડપાયો હતો. ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે દરોડા પાટી નકલી જુરું બનાવતી ચાર ફેક્ટરી ઝડપી હતી.ઉનાવા ગામ નજીક આવેલ ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી. બીજી મકતુંપુર નજીક ખુલ્લા ખેતરમાં નકલી જીરું બનાવતું હતું. તો ત્રીજી ઉનવા ગામ સામે સિદ્ધિવિનાયક ગોડાઉનમાં ફેકટરી ચાલતી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button