૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આગામી તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર દરમિયાન કુલ ૨૧ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેની તા.૨૮ ઑક્ટોબરના રોજ ચકાસણી અને તા.૩૦ ઑક્ટોબર સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા બાદ હવે કુલ ૧૦ ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે.
ઉમેદવારી પત્રો ભરાયા
વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના બે (૦૨) ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના એક (૦૧) ઉમેદવાર ઉપરાંત સાત (૦૭) અપક્ષ ઉમેદવાર મળી કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે, વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.
વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો
બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી,પાલનપુર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, વાવ વિધાનસભા વિસ્તારમાં કુલ ૩,૧૦,૬૮૧ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૬૧,૨૯૩ પુરુષ તથા ૧,૪૯,૩૮૭ સ્ત્રી મતદારો અને ૦૧ અન્ય મતદારનો સમાવેશ થાય છે. ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.
આચારસંહિતા લાગુ
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. ૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
1-ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ:- ૩૦/૧૦/૨૦૨૪
2-મતદાનની તારીખ:- ૧૩/૧૧/૨૦૨૪
3-મત ગણતરીની તારીખ:- ૨૩/૧૧/૨૦૨૪
4-ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની છેલ્લી તારીખ:- ૨૫/૧૧/૨૦૨૪
Source link