સુરત જિલ્લા ના માંડવી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો.
આજથી રાજ્યભરમાં યોજાઇ રહેલા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ સુરત જિલ્લા માં પણ યોજાનાર છે. જે અંતર્ગત સુરત જિલ્લા માંડવી ખાતે નગરપાલિકા મેદાન રવિ કૃષિ મહોત્સવ નું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. રવિ કૃષિ મહોત્સવ થકી રાસાયણિક કૃષિથી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર આડઅસર થતી હોય ખેડૂતોને ઇકો- ફ્રેન્ડલી પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે એમ કહી તેમણે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો પણ ઓછો થતો હોવાથી ખેડૂતોને વધુ આવક મળી રહેવા દાવો કરાયો હતો.
ખેડૂતોએ સમયસર i-khedut પોર્ટલ પર નોંધણી કરાવી માત્ર કૃષિ રાહત પેકેજ સિવાયની અન્ય ખેડૂતલક્ષી યોજનાઓનો પણ પૂરતો લાભ લેવો આગ્રહ કરાયો હતો. રવિ કૃષિ મહોત્સવ માં કૃષિ વિભાગ દ્વારા યોજવામાં આવેલા પ્રદર્શનને ખુલ્લું મુકી મંત્રી અને મહાનુભાવોએ તમામ સ્ટોલની મુલાકાત લઇ પ્રદર્શિત કૃષિ પાકો, આધુનિક ખેત ઓજારો, પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ દ્રવ્યો અંગે સુપેરે માહિતગાર થયા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય મળી 9.78 લાખ ની સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું…
Source link