મારું ગુજરાત
Bhavnagar : મહુવામાં રસ્તો બંધ થતાં પ્રસૂતા મહિલાને બોટ મારફતે હોસ્પિટલ ખસેડાઈ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને લાઈટ હાઉસ અને બંદર વિસ્તાર જોડતો પુલ પાણીથી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.
- માર્ગ બંધ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી
આ દરમિયાન લાઈટ હાઉસ વિસ્તારમાં એક મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. તાત્કાલિક માર્ગ બંધ હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકી નહોતી.
સ્થાનિક લોકોએ વિલંબ કર્યા વગર માનવતાનો ઉત્તમ દાખલો પૂર્યો અને બોટની મદદથી મહિલાને સુરક્ષિત રીતે આ પારથી બીજી પાર ખસેડીને દવાખાનામાં પહોંચાડવામાં આવી. આ ઘટનાએ ફરી સાબિત કર્યું કે મુશ્કેલ સમયમાં લોકોનો સહયોગ અને તત્પરતા માનવતાને જીવંત રાખે છે.



