BUSINESS

Rule Change:LPGથી આધાર કાર્ડ 1 સપ્ટેમ્બરથી આવશે આ ફેરફાર

  • સપ્ટેમ્બરમાં શું ફેરફાર આવશે કેટલો ખીસ્સા પર ભાર પડશે તે જોવાનું રહેશે
  • સપ્ટેમ્બરમાં કેટલાક ખાસ ફેરફાર થવાના છે
  • પહેલી તારીખે LPG સિલેન્ડરના ભાવની જાહેરાત કરવામાં આવે છે

ઓગસ્ટનો મહિનો પૂરો થવા જઇ રહ્યો છે. સપ્ટેમ્બરમાં શું ફેરફાર આવશે કેટલો ખીસ્સા પર ભાર પડશે તે જોવાનું રહેશે. નવો મહિનો શરૂ થતા જ સૌ કોઇને ટેન્શન થવા લાગે ફરી મોંઘવારીની કોઇ થપાટ ન લાગે. સપ્ટેમ્બરમાં કેટલાક ખાસ ફેરફાર થવાના છે જે તમને સીધા કે આડકરતા અસર કરતા જોવા મળશે.આ ફેરફારમાં LPG Cylinderના ભાવ તેમજ ક્રેડિડ કાર્ડના નિયમો છે. તો બીજી બાજુ મોંઘવારી ભથ્થુ (Dearness Allowance)ને લઇને કર્મચારીઓ માટે કોઇ નવી જાહેરાત થાય તેવી આશા છે. સપ્ટેમ્બરમાં કેવા ફેરફાર જોવા મળશે કેવી અસર તમારા ખિસ્સા પર થશે જાણીએ.

પહેલો ફેરફાર LPG સિલેન્ડરના ભાવ

હંમેશા મહિનાની પહેલી તારીખે LPG સિલેન્ડરના ભાવની જાહેરાત કરવામાં આવે છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઇને રસોઇ ગેસના ભાવમાં ફેરફાર થાય છે. આથી આ વખતે LPG સિલેન્ડરના ભાવ શુ રહેશે તેના પર સૌ કોઇની નજર રહેશે. ગયા મહિને કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 8.50નો વધારો થયો હતો જ્યારે જુલાઇમાં તેના ભાવમાં 30નો ઘટાડો થયો હતો.

બીજો ફેરફાર ATF અને CNG-PNGના ભાવ

LPG Cylinderની કિંમતની સાથે ઓયલ માર્કેટ કંપનીઓ હવાઇ ઉંધણ એટલે કે (ATF) અને (CNG-PNG)ના ભાવ નક્કી કરે છે. પહેલી તારીખે આ તમામની કિંમતમાં ફેરફાર થશે.

ત્રીજો ફેરફાર નકલી કોલ સાથેનો નિયમ

એક સપ્ટેમ્બરથી કોલ અને મેસજ પર લગામ આવી શકે છે. ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે નકલી કોલ અને મેસેજ પર ગાળીયો કસવો જોઇએ. આ માટે ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. ટ્રાઇએ ટેલીકોમ કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન, આઇડિયા, બીએસએનએલને કહ્યુ છે કે 30 સપ્ટેમ્બર સુધી 140 મોબાઇલ નંબર સીરીઝ શરૂ થતી માર્કેટીગ અને કોમર્શિયલ મેસેજને ડિસ્ટ્રીબ્યુટેડ લેઝર ટેકનોલોજી પર શિફ્ટ કરી દેવાશે આનાથી નકલી કોલ પર રોક લાગી જશે.

ચોથો ફેરફારઃ ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

1 સપ્ટેમ્બરથી, HDFC બેંક યુટિલિટી ટ્રાન્ઝેક્શન્સ પર રિવોર્ડ પોઈન્ટ્સની મર્યાદા નક્કી કરવા જઈ રહી છે, જેના હેઠળ ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ સુધી જ મેળવી શકશે. એચડીએફસી બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા શૈક્ષણિક ચુકવણી કરવા પર કોઈ રિવોર્ડ આપશે નહીં.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button