મારું ગુજરાત

Accident News : આણંદ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 લોકોના મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આણંદ-પેટલાદ હાઇવે પર રામોદડી ઓવરબ્રિજ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાસદથી તારાપુર તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈને પલટી ગઈ હતી. આ accident  એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોમાંથી બેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના દરવાજા અને પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ

સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button