Mahabharataમાં કર્ણનો રોલ કરનાર એક્ટર પંકજ ધીરનું અવસાન ; ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

‘મહાભારત’માં કર્ણની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સને કારણે અવસાન થયું છે. ‘મહાભારત’માં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોઝ ખાને આ સમાચારની પુષ્ટિ કરી છે.
પંકજ ધીરનું બુધવારે (15 ઓક્ટોબર) સવારે 11:30 વાગ્યે અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો અને સેલિબ્રિટીઓ ભારે હૈયે એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.
- ‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી અવસાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું અને તે આ જંગ જીતી ગયા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં કેન્સરે પાછો ઊથલો માર્યો હતો. એક્ટરની હાલત ખૂબ જ નાજુક હતી. આ બીમારીને કારણે એક ક્રિટિકલ સર્જરી પણ થઈ હતી, પરંતુ પંકજને બચાવી શક્યા નહીં.
- ટીવી-ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા
પંકજ ધીર કે જેમણે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. જોકે, 1988માં રિલીઝ થયેલી બીઆર ચોપરાની મહાભારતથી તેમને ખ્યાતિ મળી. આ શોમાં તેમણે કર્ણની ભૂમિકા ભજવી હતી.
તેમણે આ પાત્રને જે ગંભીરતાથી ભજવ્યું હતું તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. ટીવી શો ઉપરાંત, એક્ટરે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ ‘ચંદ્રકાંતા’ અને ‘ધ ગ્રેટ મરાઠા’ સહિત અનેક પૌરાણિક શોનો ભાગ હતા. તેમણે ‘સોલ્જર’, ‘બાદશાહ’ અને ‘સડક’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું હતું.