એકટ્રસે કેમેરાની સામે જ ડાયરેક્ટર પર ચંપલથી હુમલો કર્યો, જાણો શું છે મામલો

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ‘સો લોંગ વેલી’ના સ્ક્રીનિંગ દરમિયાન અભિનેત્રી રૂચિ ગુજ્જર ટીમ સાથે દલીલ કરતાં જોરજારથી બૂમો પાડી રહી છે.
જોકે બાદમાં મામલો વધુ બીંચક્યો હતો. અભિનેત્રીએ કાંઈ પણ વિચાર્યા વિના ફિલ્મ નિર્માતા અને અભિનેતા માન સિંહ પર ચંપલથી હુમલો કરી રહી છે. જો કે, કેટલાક લોકોએ તેને પકડવાની કોશિશ કરી હતી. જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.
ફિલ્મ નિર્માતાએ 25 લાખનું પેમન્ટ ચૂકવ્યુ નથી
રુચિ ગુજ્જરનો આ સમગ્ર મામલો રુપિયાની લેવડ દેવડને લઈને છે. માહિતી પ્રમાણે ફિલ્મ નિર્માતાએ રુચિને 25 લાખ રૂપિયા પેમન્ટ ચૂકવ્યુ નથી.
અભિનેત્રીનું કહેવું છે કે, ‘મને મારા કામના પૈસા આપવામાં આવ્યા નથી. હું અહીં મારા પૈસા લેવા માટે આવી છું.’ અભિનેત્રી ગુસ્સે થઈને ઝઘડો કરતા પહેલા દલીલ કરતાં બૂમો પાડતી જોવા મળે છે. રુચિએ છેતરપિંડી અને ધમકીઓનો આરોપ લગાવતા FIR પણ નોંધાવી છે.