એન્ટરટેઇનમેન્ટ

4 વર્ષ પછી શ્રીકાંત તિવારીના અવતારમાં દેખાશે મનોજ બાજપેયી , જાણો The Family Man Season 3ની રિલીઝ ડેટ

OTTની હિટ વેબ સીરિઝ “The Family Man Season 3ને લઈને દર્શકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. મનોજ બાજપેયી ની આ સીરિઝ ટૂંક સમયમાં OTT પર જોવા મળશે,

જેના કારણે દર્શકોને ફરી એકવાર શ્રીકાંત તિવારીને પડદા પર જોવાનો અનુભવ મળશે. સિઝનનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે તેની સાથે રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. રાજ અને ડીકેના બેનર હેઠળ નિર્મિત સીરિઝ “The Family Man ” 2019માં રિલીઝ થઈ હતી.

પહેલી સિઝન ખૂબ જ હિટ રહી હતી ત્યારબાદ 2021માં બીજી સિઝન આવી. આ પછી બધા ત્રીજી સિઝનની રિલીઝની આતુરતાથી રાહ જોતા હતા. 4 વર્ષ પછી ટીઝર રિલીઝ થવાની સાથે તે દર્શકોની રાહનો અંત આવવાનો છે.

  • ક્યારે રિલીઝ થશે ધ ફેમિલી મેન સિઝન 3

“The Family Man Season 3માં મનોજ બાજપેયી શ્રીકાંત તરીકે નવા અવતારમાં છે. અભિનેત્રી પ્રિયામણી સમય સાથે થયેલા ફેરફારોની ખુલ્લેઆમ ચર્ચા કરતી જોવા મળે છે. ટીઝરની સાથે વેબ સીરિઝની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. “The Family Man Season 3” 21 નવેમ્બર 2025ના રોજ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.

  • સીરિઝમાં નવા એક્ટર્સની એન્ટ્રી

“The Family Man Season 3″માં કેટલાક નવા એક્ટર્સની એન્ટ્રી થઈ. મનોજ બાજપેયી , પ્રિયામણી અને શરિબ હાશ્મીની સાથે, જયદીપ અહલાવત અને નિમરત કૌર પણ સીરિઝમાં સાથે જોડાયા છે. સ્ટોરીની વાત કરીએ તો કોઈ ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. આ તો સમય જતાં જ ખબર પડશે. સીરિઝની રીલીઝ ડેટ જાહેર થઈ ગઈ હોવાથી ચાહકો હવે વધુ ઉત્સાહિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button