GUJARAT

PM Modi: ત્રીજી વાર PM બન્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસને લઈ વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સદસ્યતા અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન તેઓએ વડાપ્રધાનનાં કાર્યક્રમની જાણકારી આપી હતી.

ગાંધીનગર મેટ્રો ટ્રેનનું PM મોદીની હસ્તે ઉદઘાટન

આગામી તા. 16 અને 17ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. આ કાર્યક્રમમાં એક લાખ કરતા પણ વધારે કાર્યકર્તાઓ એકઠા થઈ વડાપ્રધાનનું અભિવાદન કરશે. તેમજ બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાવાનાં છે. જ્યાં વડાપ્રધાન હાજરી આપશે. તેમજ ગાંધીનગરની મેટ્રો ટ્રેનનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે.

પ્રદેશ પ્રમુખે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાથમિક સદસ્યતા લીધા બાદ કાર્યકરોને પણ ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત જોડાવવા હાકલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, કાર્યકર્તાને કોઈ તકલીફ હોતી નથી, તે હંમેશા મોજમાં હોય છે. ભાજપમાં જ એવુ બને કે સામાન્ય કાર્યકર્તાથી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બની શકે છે. આ સાથે કહ્યું કે, માત્ર ટાર્ગેટ માટે કામ નથી કરવું સાથે દેશને આગળ લઈ જવાની ભાવના રાખવાની છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button