12.45 કરોડની રોલ્સ રોયસ ખરીદીને પછતાયા બાદશાહ, કહ્યું, “10 મિનિટમાં જ…”

by

Thenewsdk

Updated: 27-01-2026, 09.34 AM

Follow us:

ફેમસ રૅપર બાદશાહ પોતાની લૅવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. કરોડોની કમાણી અને મોંઘી વસ્તુઓ પ્રત્યેના શોખને કારણે ગયા વર્ષે તેમણે રોલ્સ-રોયસ કુલિનન સીરિઝ II ખરીદી હતી, જેની મુંબઈમાં ઑન-રોડ કિંમત ₹12.45 કરોડથી શરૂ થાય છે. આ કાર ખરીદીને બાદશાહ ભારતીય મૂળના પહેલા એવા મ્યુઝિશિયન બન્યા હતા જેમણે આ લક્ઝરી SUV ખરીદી.

હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં બાદશાહે આ કાર ખરીદી અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ નિર્ણય ખૂબ જ ઇમ્પલ્સિવ હતો. તેઓ માત્ર દુનિયાની સૌથી મોંઘી SUVમાંથી એક ખરીદવાનો થ્રિલ અનુભવવા માંગતા હતા, પરંતુ તે ખુશી લાંબા સમય સુધી ટકી ન રહી.

બાદશાહે કહ્યું, “કાર ખરેખર શાનદાર છે, પરંતુ એક્સાઇટમેન્ટ માત્ર 10–15 મિનિટ માટે જ રહી. પછી મને લાગ્યું—હવે આગળ શું?” તેમણે સ્વીકાર્યું કે આ ખરીદી તેમની બકેટ લિસ્ટ પૂર્ણ કરવાના અનુભવ જેવી હતી, પરંતુ તેનાથી લાંબાગાળાનો સંતોષ મળ્યો નહોતો.

રૅપરએ વધુમાં જણાવ્યું કે, તેમનું હંમેશાથી એવું માઇન્ડસેટ રહ્યું છે કે ટેક્નોલોજી અને લક્ઝરીમાં જે સૌથી બેસ્ટ હોય, તે તેઓ પોતે અનુભવવા માંગે છે. જોકે, સાથે જ તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ પૈસાની કિંમત સમજે છે અને આજે પણ કોઈ વસ્તુ ખરીદતા પહેલાં તેની કિંમત જરૂર ચકાસે છે.

બાદશાહે કહ્યું કે, “મને લક્ઝરી ગમે છે, પરંતુ હું પૈસાને ક્યારેય સંબંધો કરતાં ઉપર નથી રાખતો.” તેમની આ વાતે સ્પષ્ટ કરી દીધું કે ભવ્ય જીવનશૈલી છતાં તેઓ જીવનની વાસ્તવિક મૂલ્યોને મહત્વ આપે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.