NATIONAL

USA બાદ હવે આ હિંદુ બહુમતી દેશમાં સત્તા પરિવર્તન, PMમોદીએ પાઠવી શુભકામના

અમેરિકા બાદ હવે ભારતનો પાડોશી દેશ મોરેશિયસમાં સત્તા પરિવર્તન થવાનું છે. સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન પ્રવિંદ જુગનાથના ગઠબંધન એલ’એલાયન્સ લેપેપને હારનો સામનો કરવો પડ્યો છે. અલાયન્સ ઓફ ચેન્જના નેતા નવીન રામગુલામ (77) હિંદ મહાસાગરના આ દ્વીપસમૂહના આગામી નેતા બનવા જઈ રહ્યા છે. ત્યારે આ અવસરે પીએમ મોદીએ
નવીન રામગુલામ સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં તેમની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ જણાવ્યું કે તેઓ બંને દેશો વચ્ચેની ‘વિશેષ અને અનન્ય ભાગીદારી’ને આગળ વધારવા માટે તેમની સાથે મળીને કામ કરવા આતુર છે.

પીએમ મોદીએ પાઠવી શુભકામના
PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, મારા મિત્ર નવીન રામગુલામ સાથે ઉષ્માભરી વાતચીત થઇ અને તેમને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હું અમારી વિશેષ અને અનન્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું.

ત્રીજી વખત બન્યા પીએમ
મહત્વનું છે કે પ્રવિંદ જુગનાથ 2017થી દેશના વડાપ્રધાન હતા. જીત બાદ નવીન રામગુલામ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે. મોરેશિયસના લોકોએ રવિવારે સંસદની 62 બેઠકો માટે મતદાન કર્યું હતું. અહીં 68 રાજકીય પક્ષો અને 5 ગઠબંધન વચ્ચે મુકાબલો હતો. સંસદમાં અડધાથી વધારે બેઠક હાંસિલ કરનારી પાર્ટી અથવા ગઠબંધનના પ્રધાનમંત્રી મળે છે.
મહત્વનું છે કે જુગનાથ અને રામગુલામને રાજકારણ વારસામાં મળ્યું છે. બંને પરિવારોના નેતાઓએ મોરેશિયસમાં લાંબા સમય સુધી શાસન કર્યું છે. 77 વર્ષના રામગુલામ શિવસાગર રામગુલામના પુત્ર છે. તેમણે મોરેશિયસને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1995 થી 2000 અને ફરીથી 2005 થી 2014 દરમિયાન વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.
મોરેશિયસ-ભારતના કેવા છે સંબંધો? 
  • મોરેશિયસ સાથે ભારત વચ્ચેના સંબંધોની વાત કરીએ તો મોરેશિયસની 1.2 મિલિયનની વસ્તીમાંથી લગભગ 70% ભારતીય મૂળના લોકો છે. મોરેશિયસને 1968માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. ભારતમાંથી મોરેશિયસ પહોંચનારા પ્રથમ લોકો પુડુચેરીના હતા.
  • મોરેશિયસ એ મહત્વના દેશોમાંથી એક છે જેની સાથે ભારતે 1948માં રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. 1948 અને 1968 વચ્ચે બ્રિટિશ શાસિત મોરેશિયસમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય કમિશનર દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ 1968માં મોરેશિયસને આઝાદી મળ્યા બાદ ઉચ્ચ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું.
  • કટોકટીના સમયમાં મોરેશિયસને મદદ પૂરી પાડવાના દેશોમાં ભારત મોખરે રહ્યું છે. વિશ્વએ કોવિડ -19 અને વકાશિયો ઓઇલ સ્પિલ કટોકટીમાં પણ આ જોયું. મોરેશિયસની વિનંતી પર, ભારતે એપ્રિલ-મે 2020માં કોવિડ સામે લડવામાં મદદ કરવા માટે 13 ટન દવાઓ, 10 ટન આયુર્વેદિક દવાઓ અને એક ભારતીય રેપિડ રિસ્પોન્સ મેડિકલ ટીમ સપ્લાય માટે મોકલી હતી.
  •  મફત કોવિશિલ્ડ રસીના 1 લાખ ડોઝ સપ્લાય કરનારો ભારત પણ પ્રથમ દેશ હતો.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button