અમદાવાદના બાપુનગરમાં તલવારથી મહિલ પર જીવલેણ હુમલો, એક મહિના જૂની અદાવત સામે આવી

by

Thenewsdk

Updated: 27-11-2025, 02.10 PM

Follow us:

Ahmedabad News : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવકે રખિયાલની અનિતા નામની મહિલાને જાહેરમાં તલવાર વડે જીવલેણ હુમલો કર્યો. આ હુમલો એક મહિના જૂની અંગત અદાવતને કારણે કરાયો હોવાની માહિતી સામે આવી છે. મહિલાની હાલત ગંભીર છે અને તેનું હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

  • દીકરીના ભાગી જવાના મામલે થયેલી બોલાચાલીને લઈને અદાવત

અનિતાની નાની દીકરી થોડા સમય પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. આ ઘટનાને લઈને એક મહિના પહેલા અનિતા અને આરોપી શની વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી. આ જ અદાવતને કારણે શનીએ હુમલો કર્યો હોવાનું અનિતાએ પોલીસમાં જણાવ્યું.

  • ઘરમાં ઘૂસી પહેલો હુમલો

ઘટના દિવસે અનિતા પોતાની બહેનપણી પિંકીના ઘરે હાજર હતી ત્યારે સાંજના છ વાગ્યે आरोपी શની ત્યાં ધસી આવ્યો. તેણે ગાળાગાળી કરતાં બંને મહિલ પર હુમલો કર્યો અને બાદમાં સ્થળ પરથી ચાલ્યો ગયો.

  • જાહેર રસ્તા પર તલવારથી હુમલો

જોકે શનીનો ગુસ્સો અહીં અટક્યો નહીં. થોડીવાર બાદ જ્યારે અનિતા ઘર પરત જઈ રહી હતી ત્યારે બાપુનગરના જાહેર રસ્તા પર શનીએ તેને રોકી ફરી ઝગડો શરૂ કર્યો. અચાનક તેણે તલવાર કાઢીને અનિતાના માથા અને હાથ પર અનેક ઘા ઝીંકી દીધા. હુમલા બાદ અનિતા લોહીલુહાણ થઈ બૂમાબૂમ કરવા લાગી. લોકો ભેગા થતાં શની ફરાર થઈ ગયો.

  • પોલીસે કર્યો આરોપી શની વિરુદ્ધ ગુનો દાખલ

મહિલાની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે શની સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે પોલીસની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. જાહેરમાં તલવાર વડે થયેલા આ હુમલાને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.