Ahmedabad : પાલડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ દારૂડિયાઓએ ધમાલ મચાવી, મહિલા પોલીસ સામે બેફામ બોલાચાલી

by

Thenewsdk

Updated: 10-11-2025, 09.14 AM

Follow us:

ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને તેનું સેવન થતું હોવાના કિસ્સાઓ સામાન્ય બન્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડમાં બન્યો, જ્યાં બે શખ્સોએ પોલીસની હાજરીમાં જ દારૂ પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી.

  • મોડી રાત્રે બે શખ્સો વચ્ચે બોલાચાલી

આ ઘટના શનિવારે મોડી રાત્રે પાલડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં બની હતી. દારૂ પીધેલી હાલતમાં આવેલા બે શખ્સોએ પોલીસની હાજરીમાં જ ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. આ બંને શખ્સો પોલીસકર્મી અને મહિલા પોલીસની હાજરીમાં જેમ ફાવે તેમ બોલી રહ્યા હતા અને બોલાચાલી કરી રહ્યા હતા.

  • પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ છતાં ધતિંગ

નોંધનીય છે કે, આ ઝઘડાની શરૂઆત બહાર થઈ હતી અને તે બાબતે પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ પણ પહોંચી ગયો હતો. તેમ છતાં, બંને શખ્સો અંતે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવીને પણ બોલાચાલી કરતા રહ્યા હતા, જે દારૂબંધીના કાયદાના અને પોલીસના ભયના ધજાગરા ઉડાડે છે.

  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પોલીસ કમ્પાઉન્ડની અંદર જ દારૂ પીધેલી હાલતમાં બે શખ્સો ધમાલ મચાવતા હોવાની આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોએ શહેરમાં દારૂબંધીની અમલવારી પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

  • પાલડી પોલીસે ગુનો નોંધી બન્નેની અટકાયત કરી

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ અને મામલો ગરમાયા બાદ પાલડી પોલીસ સફાળી જાગી હતી. પોલીસે આ મામલે તત્કાલ ગુનો નોંધીને બંને શખ્સોની અટકાયત કરી હતી. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.