મારું ગુજરાત

Ahmedabad navratri : અમદાવાદમાં આ વખતે 275થી વધુ સ્થળે ગરબા રમાશે, વાયરિંગ ખુલ્લા હશે તો પણ નહીં મળે મંજૂરી

મા આદ્યશક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે ગરબાના આયોજન દરમિયાન પાર્ટી પ્લોટમાં કોઈ પણ આકસ્મિક ઘટના ન બને તેને લઈને તંત્ર દ્વારા અનેક નિયમો જાહેર કર્યા છે. જે નિયમોનું પાલન થશે તો જ ગરબાના આયોજનની પરમિશન મળી શકે તેમ છે.

તેમાં આ વખતે પ્રથમવાર વિદ્યુત વિભાગની એનઓસી લેવાનું કહેવામાં આવ્યું છે. જેથી જો ગ્રાઉન્ડમાં ખુલ્લા વાયરો હશે તો પણ ગરબાના આયોજનની પરમિશન નહીં મળે તે નક્કી છે. જેથી ગરબાના આયોજન માટે છેલ્લી ઘડીએ પણ અમદાવાદમાં આયોજકોની દોડધામ જોવા મળી છે.

પરમિશન માટે અલગ અલગ ક્રાઈટેરીયા નક્કી

અમદાવાદમાં ગરબાના આયોજનમાં વધારો થયો છે. દર વર્ષે 80થી 100 જેટલા જ આયોજકો ગરબાનું આયોજન કરે છે પરંતુ આ વખતે ગરબાના આયોજકોની સંખ્યા 275 આસપાસ પહોંચી છે. બીજીતરફ ગરબાના આયોજનમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને તંત્ર પરમિશન માટે અલગ અલગ ક્રાઈટેરીયા નક્કી કર્યા છે.

તે નિયમો પૂર્ણ કરશે તેવા આયોજકોને જ ગરબાના આયોજનની પરમિશન મળવાની છે. સામાન્ય રીતે ગરબાના આયોજકોને પોલીસ વિભાગની, ફાયર વિભાગની અને ટ્રાફિક વિભાગની પરમિશન લેવાની હોય છે. પરંતુ આ વખતે પ્રથમવાર વીજ વિભાગની પરમિશન પણ લેવાના આદેશ કરવામાં આવ્યા છે.

ફાયર એક્ટીગ્યુશર રાખેલા હોવા જોઈએ

આ વખતે તેવા આદેશ કરાયા છે કે, ગરબાના આયોજનની જગ્યાએ પાર્ટી પ્લોટમાં ક્યાંય પણ ખુલ્લા વાયરો ન હોવા જોઈએ. તમામ વીજ વાયરો પીવીસીની પાઈપમાં કન્સીલ કરવાનું જણાવવામાં આવ્યું છે. બીજીતરફ ફાયરની વાત કરવામાં આવે તો દરેક ફૂડ સ્ટોલ પર ફાયર એક્ટીગ્યુશર રાખેલા હોવા જોઈએ.

આ વખતે તેવા આદેશ કરાયા છે કે, ગરબાના આયોજનની જગ્યાએ પાર્ટી પ્લોટમાં ક્યાંય પણ ખુલ્લા વાયરો ન હોવા જોઈએ. તમામ વીજ વાયરો પીવીસીની પાઈપમાં કન્સીલ કરવાનું જણાવવામાં આવ્યું છે. બીજીતરફ ફાયરની વાત કરવામાં આવે તો દરેક ફૂડ સ્ટોલ પર ફાયર એક્ટીગ્યુશર રાખેલા હોવા જોઈએ.

CCTV પણ અલગ અલગ જગ્યાએ રાખેલા હોવા જોઈએ

આ ઉપરાંત પાર્ટીપ્લોટના એન્ટરન્સમાં, સ્ટેજ પાસે અને માતાજીની માંડવી છે ત્યાં અને ઈલેક્ટ્રીકની આખી પેન છે ત્યાં પણ ફાયર એક્ટીગ્યુશર મુક્યા હોવા જોઈએ. આ તમામ વસ્તુ ફાયર વિભાગે ફરજીયાત કરી છે. આયોજકો દ્વારા પાર્ટીપ્લોટમાં 25થી 30 જેટલા CCTV પણ અલગ અલગ જગ્યાએ રાખેલા હોવા જોઈએ.

જેમાં આખા પાર્ટીપ્લોટનો વ્યુ આવે તે રીતે તેમજ એન્ટરન્સ, પાર્કિંગ સહિતની જગ્યાઓ કવર થઈ શકે તે રીતે CCTV ગોઠવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આ વખતે નવલી નવરાત્રિમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના ન બને અને નિર્વિઘ્ને આખુ આયોજન પૂર્ણ થાય તે પ્રકારની તૈયારી તંત્ર અને ગરબા આયોજકોએ કરી લીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button