Ahmedabad News : એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી સામે પેટ્રોલ છાંટી આગ લગાવી, સળગતી હાલતમાં પહેલા માળેથી કૂદ્યો

by

Thenewsdk

Updated: 28-11-2025, 06.59 AM

Follow us:

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથે થયેલી તકરાર બાદ પોતાનાં શરીર પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. સળગતી હાલતમાં તે પહેલા માળેથી નીચે પટકાયો હતો. ગંભીર રીતે દાઝેલા યુવકનું વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ ઘટનામાં યુવતીને પણ ઇજા થઈ છે.

  • છ મહિના થી કરતો હતો હેરાનગતિ

માહિતી મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. પાડોશમાં રહેતો કામરાન છેલ્લા છ મહિનાથી યુવતીને હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. 27 નવેમ્બરની રાત્રે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ પહોંચ્યો અને યુવતી સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી.

  • હોસ્પિટલમાં તોડફોડ બાદ આત્મઘાતી પગલું

તકરાર દરમિયાન કામરાન ઉશ્કેરાઈ ગયો અને હોસ્પિટલમાં તોડફોડ કરી. ત્યારબાદ અચાનક તેણે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી. આગ લાગતાની સાથે હોસ્પિટલમાં હાહાકાર મચી ગયો. યુવતી ગભરાટમાં બેભાન થઈ ગઈ હતી.

  • સળગતી હાલતમાં પહેલા માળેથી પડ્યો

આગની જ્વાળાઓમાં સળગતો કામરાન પહેલા માળેથી નીચે પટકાયો હતો અને નજીકની ડેન્ટલ ક્લિનિકના ભાગ પર પડ્યો, જ્યાં નુકસાન થયું. રોડ પર તેની તરફડતી સ્થિતિના ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આગ બુઝાવી.

  • સારવાર દરમિયાન યુવાનનું મોત

ગંભીર રીતે દાઝેલા કામરાનને સૌપ્રથમ સોલા સિવિલ ખસેડવામાં આવ્યો અને પછી વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં મોડી રાત્રે તેની મોત થઈ ગઈ. સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • પોલીસનું નિવેદન

સરખેજ પોલીસ સ્ટેશનના PI એસ.એ. ગોહિલે જણાવ્યું કે યુવતી હાલ સારવાર હેઠળ છે. તેના હોશમાં આવતા જ નિવેદન લેવામાં આવશે જેથી ઘટનાની સંપૂર્ણ હકીકત બહાર આવે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.