મારું ગુજરાત
Ahmedabad News : નારોલમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું, યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ

અમદાવાદના નારોલ વિસ્તારમાં મંગળવારે અલીફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું છે. જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા એક યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ધોળાદિવસે યુવતી પર ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.