મારું ગુજરાત

ખૂની ખેલ ખેલ્યો : અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીએ આપઘાત કર્યો

માથામાં ઘોડીયાનો પાયો મારી ખૂની ખેલ ખેલ્યો, 9 વર્ષના દીકરાની સામે માતા-પિતાના મોત

Ahmedabad Police line murder case: અમદાવાદ દાણીલીમડા પોલીસલાઈનમાં પત્નીએ માથામાં ઘોડિયાનો પાયો મારીને પતિની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પત્નીએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

thenewsdk.in

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડ જણાવ્યું હતું કે અમે હજી ત્યાં પહોંચ્યા છીએ અને તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે મૃતક પોલીસકર્મચારી મુકેશભાઈ પરમાર A ડિવિઝન ટ્રાફિકમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

thenewsdk.in

દાણીલીમડા પોલીસલાઇનમાં પત્નીએ પતિના માથામાં ઘોડિયાનો પાયો મારતા તે નીચે પટકાયા હતા. સામાન્ય બાબતમાં થયેલો ઝઘડો હિંસક બની ગયો હતો. પતિના માથા પર ગંભીર ઈજા થતાં પત્ની સંગીતાબેન સમસમી ઉઠ્યા હતા અને તેમણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ સમગ્ર ઘટના બની ત્યારે દરવાજો અંદરથી બંધ હતો તે સમયે તેમનો નવ વર્ષનો દીકરો આ ઘટના જોઈ રહ્યો હતો. માતા-પિતા બંનેના મોત થયા બાદ ડરી ગયેલો દીકરાએ દરવાજો ખોલીને પાડોશીઓને સમગ્ર વાત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button