- શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો
- નરોડામાં સૌથી વધુ 61.86, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ
- ફક્ત 9 દિવસમાં 40 ટકા વરસાદ :ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ વરસાદ
અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદને પરિણામે મોસમનો કુલ 35.53 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ, શહેરની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં અત્યાર સુધીમાં પૂરતો વરસાદ વરસ્યો છે. હજુ ચોમાસું બાકી છે અને હવે પછી શહેરમાં જો વરસાદ પડશે તો તે બોનસ ગણાશે.
શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ, વરસાદ વરસ્યો છે. પૂર્વ પટ્ટામાં નરોડામાં સૌથી વધુ 61.86 ઇંચ, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમમાં ગોતામાં સરેરાશથી વધુ 39.36 વરસાદ નોંધાયો છે. પૂર્વ અમદાવાદમાં સરેરાશ 37.83 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ, સિઝનની જરૂરિયાત કરતા 2.83 ઇંચ એટલેકે 8 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, પશ્ચિમમાં હજુ પણ 1.76 ઇંચ કે અંદાજે 5 ટકાની ઘટ છે. અમદાવાદને ચોમાસામાં સરેરાશ 35 ઇંચ વરસાદની જરૂર હોય છે. મંગળવારે સિઝનનો આ ક્વોટા પૂરો થઈ ગયો હતો. આમ, હવે જે વરસાદ પડે તે બોનસ ગણાશે.
ચાલુ વર્ષે કેટલાંક દિવસો રાહ જોવડાવ્યા પછી મેઘરાજા મહેરબાન થયા છે અને છેલ્લા 9 દિવસમાં બારે મેઘ ખાંગા થયા હતા અને ફક્ત 9 દિવસમાં શહેરમાં લગભગ 40 ટકા જેટલો વરસાદ ખાબક્વાને પરિણામે શહેરને જોઈતી ઘટ પૂરી કરી દીધી હતી. શહેરના પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ 33.24 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 45.46 ઈંચ, વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 38.56 ઈંચ, મધ્ય ઝોનમાં 31.13 ઈંચ અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં 31,98 ઈંચ વરસાદ નોંધાયો છે. પૂર્વ પટ્ટામાં નરોડામાં સૌથી વધુ 61.86 ઇંચ, મણિનગરમાં 48.28, ઓઢવમાં 44.68 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે પશ્ચિમમાં ગોતામાં સરેરાશથી વધુ 39.36 વરસાદ નોંધાયો છે.
Source link