અમદાવાદ SG હાઈવે પર વિવાંતા સ્પામાં સેક્સ રેકેટનો પર્દાફાશ, 8 યુવતીઓ મુક્ત

by

Thenewsdk

Updated: 10-12-2025, 08.41 AM

Follow us:

અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા વિવાંતા ઈન્ટરનેશનલ સ્પા સેન્ટરમાં ચાલતા મોટા સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાંચની AHTU ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેડ દરમિયાન 8 નોર્થ-ઈસ્ટ યુવતીઓને મુક્ત કરાવી અને સ્પા મેનેજરને ઝડપી પાડ્યો છે. સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મદદનીશ માહિતીના આધારે AHTUએ ડમી ગ્રાહક મોકલી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમ જ ડમી ગ્રાહકે યુવતી સાથે ડીલ ફાઈનલ કરીને પોલીસને મિસકોલ માર્યો, ટીમ તરત જ સ્પામાં ઘૂસી ગઈ અને સમગ્ર રેકેટ બહાર આવી ગયો.

લક્ઝરી સ્પામાં 8 મસાજ રૂમ હતા અને યુવતીઓને રાત્રે હિસાબ પ્રમાણે ચુકવણી કરવામાં આવતી હતી. તેઓ મિઝોરમ, આસામ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીની હોવાનું જાણવા મળ્યું. તપાસમાં ખુલ્યું કે યુવતીઓને મસાજના બહાને દેહવેપાર કરવા મજબૂર કરવામાં આવતી હતી.

પોલીસે મેનેજર મણીલાલ પ્રજાપતિ, સ્પાના માલિક ગૌતમ ઠાકોર, તથા ભાડૂત નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. માનવ તસ્કરીના એંગલથી પણ સઘન તપાસ ચાલી રહી છે. મુક્ત કરાયેલી યુવતીઓના નિવેદનના આધારે પોલીસે આખા નેટવર્કના સૂત્રધારો સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.